અમરેલી ખાતે આવેલી એ.આર.ટી.ઓ કચેરીમાં હાલમાં લાયસન્સ માટેનો ટેસ્ટ આપવાના ટ્રેક પર રીપેરીંગ કામગીરી શરૂ છે. ટેકનિકલ ફોલ્ટના કારણે રીપેરીંગ કામ સમાપ્ત ન થાય ત્યાં સુધી અમરેલી એ.આર.ટી.ઓ કચેરી ખાતે લાયસન્સ માટેના ટેસ્ટની કામગીરી હાલમાં બંધ છે, ટેસ્ટની પ્રક્રિયા શરૂ થવાની એ.આર.ટી.ઓ દ્વારા જાણ કરવામાં આવશે, તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી અમરેલીએ એક યાદીમાં જણાવ્યું છે.
આર.ટી.ઓ અમરેલીનો ટેસ્ટ ટ્રેક રીપેરીંગ કામ સમાપ્ત ન થાય ત્યાં સુધી બંધ રહેશે

Recent Comments