ગુજરાત

અમદાવાદમાં ગેરકાયદે ચરસનો ધંધો કરતા બે માણસો પકડાયા

આરોપીઓ પાસેથી ૧.૭૦ લાખનો ચરસનો જથ્થો કબજે અમદાવાદના કાલપુર મેટ્રો સ્ટેશન નજીકથી ચરસનો જથ્થો લઈને જઈ રહેલા શખ્સોની ક્રાઈમ બ્રાંચે માહિતીને આધારે ધરપકડ કરી હતી. પોલીસે આ કેસમાં દાણીલીમડામાં રહેતા રઈશ રઉફ કુરેશી અને ગોમતીપુરમાં રહેતા મોહમ્મદ વસીમ ઈબરાર હુસેન કીદવઈની ધરપકડ કરી હતી. બન્ને મુળ ઉત્તરપ્રદેશના રેહવાસી હોવાનું પોલીસે જણાવ્યું હતું. તેમની પાસેથી પોલીસે રૂ.૧,૭૦,૦૦૦ ની કિંમતનો ૧,૧૩૮ કિલોગ્રામ ચરસનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો.તે સિવાય બે મોબાઈલ ફોન અને એક ટુ વ્હિલર મળીને કુલ રૂ. ૨,૩૩,૭૦૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાંચે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Related Posts