અમરેલી તા.૪ ડિસેમ્બર, ૨૦૨૪ (બુધવાર) રાજ્યના ખેડુતોને આધુનિક કૃષિ પદ્ધતિ તેમજ ટેકનોલોજી વિશે માર્ગદર્શન મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે ગુજરાત સરકાર દ્વારા રવી કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ડિસેમ્બર-૨૦૨૪ની તા.૬ અને તા.૭ દરમિયાન, અમરેલીના ચાડીયા, બાબરા-કમળશી હાઇસ્કુલ કમ કોલેજ, બગસરા-સ્વામિનારાયણ મુખ્ય મંદિર-કુંકાવાવ રોડ, ધારી-મુછાળા કોલેજ, સરસીયા રોડ, જાફરાબાદ-કામધેનુ ગૌશાળા પાછળનું ગ્રાઉન્ડ, ખાંભા-મહેતા હાઇસ્કુલ, લાઠી-એપીએમસી (માર્કેટ યાર્ડ), લીલીયા-ભાભા માર્કેટ યાર્ડ, રાજુલા-ગૃહ કુટિર ઉદ્યોગ ગ્રાઉન્ડ, તાલુકા પંચાયત સામે, સાવરકુંડલા-માર્કેટ યાર્ડ(નવા યાર્ડ) શેડ નં.૪, મહુવા રોડ અને કુંકાવાવ-વડીયા – મોટી કુંકાવાવ-આઇટીઆઇ, બગસરા રોડ ખાતે રવી કૃષિ મહોત્સવ કાર્યક્રમ યોજાશે.
આ કાર્યક્રમમાં કૃષિ વૈજ્ઞાનિકો, ખેડુતોને તાંત્રિકતા અંગે સીધું જ માર્ગદર્શન અને ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ આપશે. કાર્યક્રમના બંને દિવસે પશુ આરોગ્ય મેળા, કૃષિ પ્રદર્શની, પ્રાકૃતિક ખેતી મોડલ ફાર્મની મુલાકાત કરવામાં આવશે. કાર્યક્રમમાં સાંસદશ્રી, નાયબ મુખ્ય દંડકશ્રી, ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓની વિશેષ ઉપસ્થિતિ રહેશે. આ કૃષિકારો માટે અમરેલી જિલ્લાના તમામ તાલુકાઓમાં તા.૦૬ થી તા.૦૭ ડિસેમ્બર,૨૦૨૪ને શુક્ર-શનિવાર સવારે ૯ થી સાંજે ૫ વાગ્યા દરમિયાન યોજાનાર આ બે દિવસીય રવી કૃષિ મહોત્સવ-૨૦૨૪માં વધુમાં વધુ ખેડુતો અને પશુપાલકોને ભાગ લેવા અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા એક અખબારી યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.
ડિસેમ્બર-૨૦૨૪ની તા.૬ અને તા.૭ દરમિયાન યોજાનાર કાર્યક્રમમાં વધુમાં વધુ ખેડુતો અને પશુપાલકોને ભાગ લેવા અમરેલી ખેતીવાડી અધિકારી દ્વારા અનુરોધ


















Recent Comments