તારીખ: 04 સપ્ટેમ્બર, 2025 ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલી જીએસટી (Goods and Services Tax) સ્લેબમાં ફેરફારની નવી યોજનાને અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયા હૃદયપૂર્વક આવકારે છે. 56મી જીએસટી કાઉન્સિલની બેઠકમાં, માનનીય નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજીના નેતૃત્વ હેઠળ, 12% અને 28%ના સ્લેબ નાબૂદ કરીને બે-સ્તરીય ટેક્સ સ્ટ્રક્ચર (5% અને 18%) લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે 22 સપ્ટેમ્બર, 2025થી અમલમાં આવશે. આ ઉપરાંત, વૈભવી અને હાનિકારક ચીજવસ્તુઓ (જેમ કે તમાકુ, પાન મસાલા, ઉચ્ચ ક્ષમતાની મોટરસાઇકલ, યાટ વગેરે) માટે 40%નો નવો સ્લેબ રજૂ કરવામાં આવ્યો છે.
આ નિર્ણયથી સામાન્ય માણસની રોજિંદી જરૂરિયાતની ચીજવસ્તુઓ જેમ કે હેર ઓઇલ, શેમ્પૂ, ટૂથપેસ્ટ, સાબુ, દૂધ, પનીર, ખાખરા, રોટી, સાઇકલ, ટેબલવેર, રસોડાનાં સાધનો વગેરેના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થશે, જે 5%ના સ્લેબમાં મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત, જીવનરક્ષક દવાઓ અને કેન્સરની દવાઓને નીલ (0%) ટેક્સ સ્લેબમાં મૂકવામાં આવી છે, જે આરોગ્ય ક્ષેત્રને મજબૂત કરશે.
શ્રી સુરેશ પાનસુરીયા જણાવે છે કે, “આ જીએસટી 2.0 સુધારાઓ સામાન્ય માણસ, ખેડૂતો,મધ્યમ વર્ગ, મહિલાઓ અને યુવાનોના હિતમાં છે. આ સુધારાઓથી રોજિંદી જરૂરિયાતની ચીજવસ્તુઓ સસ્તી થશે, વપરાશમાં વધારો થશે અને અર્થતંત્રને વેગ મળશે. આ નિર્ણય દેશના આર્થિક વિકાસ અને સરળ વેપાર પ્રક્રિયાને પ્રોત્સાહન આપશે.” આ સંદર્ભે, શ્રી પાનસુરીયા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને માનનીય નાણા મંત્રી શ્રી નિર્મલા સીતારામનજીને હાર્દિક અભિનંદન પાઠવે છે. તેમણે જણાવ્યું કે, “માનનીય શ્રી પ્રધાનમંત્રીજીના નેતૃત્વમાં ભારત સરકારે આ પગલું ભરીને સામાન્ય નાગરિકોના જીવનમાં સરળતા અને સમૃદ્ધિ લાવવાનો પ્રયાસ કર્યો છે. આ સુધારાઓ દિવાળીની ભેટ તરીકે દેશના દરેક ઘરમાં ખુશી લાવશે.”આ પ્રેસ નોટ દ્વારા શ્રી સુરેશ પાનસુરીયા અમરેલી જિલ્લાના નાગરિકોને આ નવી જીએસટી યોજનાનો લાભ લેવા અને દેશના આર્થિક વિકાસમાં સહયોગ આપવા અપીલ કરે છે.















Recent Comments