અમરેલી તાલુકામાં ગ્રામ વિકાસને વધુ વેગ આપવા માટે અંદાજિત રૂ. ૫ કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત રાજ્યના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, કાયદો અને ન્યાય, વૈધાનિક અને સંસદીય બાબતોનાના રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીના હસ્તે અમરેલી તાલુકાના મોટા માંડવડા, બાબાપુર, તરવડા અને મેડી ગામોમાં ગ્રામજનોને સુવિધા મળે તે હેતુથી ‘સુવિધા પથ’ બનાવવાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
આ ઉપરાંત કેરાળા ગામે સી.સી. રોડ તથા પુલના નિર્માણ કાર્યનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કામો પૂર્ણ થયા બાદ સ્થાનિક ગ્રામજનોને પરિવહન, આવાગમન તથા દૈનિક જીવનમાં નોંધપાત્ર સુવિધા મળશે. આ તકે મંત્રીશ્રીએ અમરેલી જિલ્લાની વિકાસયાત્રાને વેગ આપવા માટે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ વિકાસકાર્યો અંતર્ગત મોટામાંડવડામાં આશરે રૂ. ૫૫ લાખના ખર્ચે, બાબાપુરમાં રૂ. ૧.૯૫ કરોડના ખર્ચે, તરવડામાં રૂ. ૯૦ લાખના ખર્ચે અને મેડીમાં આશરે રૂ. ૮૫ લાખના ખર્ચે ‘સુવિધા પથ’ બનશે. જ્યારે કેરાળામાં સી.સી. રોડ અને પૂલનું નિર્માણ થશે. મંત્રીશ્રીએ કોન્ટ્રાક્ટર્સને સમય મર્યાદામાં અને ગુણવત્તાયુક્ત કામ કરવા માટે સૂચના આપી હતી.
રાજ્ય સરકાર ગામડાઓમાં માર્ગ સુવિધા, પાણી પુરવઠા, આરોગ્ય અને શિક્ષણ જેવી મૂળભૂત સુવિધાઓને મજબૂત બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે. વિકાસકાર્યોના અમલથી ગામડાઓમાં આર્થિક પ્રવૃત્તિઓને પણ પ્રોત્સાહન મળશે અને લોકોના જીવનસ્તરમાં સુધારો થશે.
ખાતમુહૂર્ત કાર્યક્રમમાં જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેનશ્રી માંગરોળીયા, સભ્યશ્રી મહિડા, તાલુકાના પંચાયતના પ્રમુખશ્રી કાનપરિયા, સભ્યશ્રીઓ, અગ્રણીશ્રી ચેતનભાઈ ઘાનાણી, શ્રી સંદિપભાઈ સોલંકી, શ્રી કાળુભાઈ વાળા, શ્રી મધુભાઈ હરખાણી, વિવિધ ગામના સરપંચશ્રીઓ, સ્થાનિક આગેવાનો, અધિકારીશ્રીઓ તથા ગ્રામજનો મોટી ઉપસ્થિત રહ્યા હતા.
ઊર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે અમરેલી તાલુકામાં રૂ. ૫ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત


















Recent Comments