સદભાવના વૃદ્ધાશ્રમના નવા ભવ્ય પરિસરની લોકાર્પણ વિધિ તાજેતરમાં રાજકોટ–જામનગર હાઈવે નજીક ભક્તિભાવ અને ઉત્સાહભેર યોજાઈ હતી. આ પ્રસંગે સમાજના અગ્રણીઓ, લોકપ્રતિનિધિઓ, દાતાશ્રીઓ તથા સેવાભાવી કાર્યકર્તાઓની વિશાળ ઉપસ્થિતિ રહી હતી.
આ કાર્યક્રમ માત્ર એક ઈમારતના ઉદ્ઘાટન પૂરતો મર્યાદિત નહોતો, પરંતુ વડીલોને સન્માનપૂર્ણ, સુરક્ષિત અને આત્મગૌરવપૂર્ણ જીવન પ્રદાન કરવાની એક મહત્ત્વપૂર્ણ સામાજિક પહેલનું પ્રતિક છે. સંસ્થાએ વિશ્વસ્તરીય સુવિધાઓ સાથે સંપૂર્ણ નિઃશુલ્ક સેવા આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે, જે સમાજ માટે પ્રેરણાસ્ત્રોત સમાન છે.
આથી નમ્ર વિનંતી છે કે કૃપા કરીને સંલગ્ન સમાચાર નોંધને આપના પ્રતિષ્ઠિત દૈનિક/સાપ્તાહિકમાં ગુજરાતી ભાષામાં પ્રકાશિત કરવાની કૃપા કરશો, જેથી સમાજના વિશાળ વર્ગ સુધી આ સકારાત્મક સંદેશ પહોંચે.


















Recent Comments