ભાવનગર

પ્રાકૃતિક કૃષિ : ખેડૂતની સમૃદ્ધિ અને સમાજના સ્વાસ્થ્યનો મજબૂત આધાર

પ્રાકૃતિક કૃષિ એ માત્ર ખેતીની પદ્ધતિ નથી, પરંતુ આત્મનિર્ભર અને ટકાઉ કૃષિ વ્યવસ્થાની દિશામાં
એક ક્રાંતિકારી વિચારધારા છે. રાસાયણિક ખાતર અને જીવાતનાશક દવાઓના વધતા ઉપયોગ વચ્ચે
પ્રાકૃતિક કૃષિ જમીન, પાણી, પર્યાવરણ અને માનવ આરોગ્યને સુરક્ષિત રાખતી વિકલ્પરૂપ પદ્ધતિ તરીકે
પ્રસ્થાપિત થઈ રહી છે.
ખેડૂતો માટેના વ્યાપક લાભોની વાત કરીએ તો
ખેતી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો: સ્થાનિક ગૌઆધારિત સંસાધનો, જીવામૃત અને કુદરતી દ્રાવણોના
ઉપયોગથી ખાતર-દવાઓ પરનો ખર્ચ ઘટે છે, જેના કારણે નફાકારકતા વધે છે.
આવકમાં સ્થિરતા અને નફામાં વધારો: ઓછા ખર્ચ અને બજારમાં વધતી માંગને કારણે પ્રાકૃતિક
ઉત્પાદનોને સારો ભાવ મળે છે. લાંબા ગાળે ખેડૂતની આર્થિક સ્થિતિ મજબૂત બને છે.
જમીનની ઉર્વરાશક્તિમાં વધારો:જમીનમાં કાર્બનિક તત્વો અને સૂક્ષ્મજીવોની સંખ્યા વધે છે, જેના
કારણે જમીન જીવંત બને છે અને ઉપજની ગુણવત્તા સુધરે છે.
પાણી અને સંસાધનોનો કાર્યક્ષમ ઉપયોગ: જમીનની ભેજ ધારણ ક્ષમતા વધતાં સિંચાઈની
જરૂરિયાત ઘટે છે, પાણીની બચત થાય છે.તેમજ કરજમુક્ત અને આત્મનિર્ભર ખેતીથી ખર્ચમાં ઘટાડો
થવાથી ખેડૂત પર કરજનો ભાર ઓછો પડે છે અને સ્વાવલંબન વધે છે.
પ્રાકૃતિક કૃષિ ખેડૂતની આવક વધારતી, સમાજને સ્વસ્થ બનાવતી અને પર્યાવરણને સુરક્ષિત
રાખતી સર્વાંગી પદ્ધતિ છે. “ઓછો ખર્ચ, વધુ નફો – શુદ્ધ આહાર” ના સૂત્ર સાથે પ્રાકૃતિક કૃષિ ગ્રામ્ય સમૃદ્ધિ
અને રાષ્ટ્રીય વિકાસનું શક્તિશાળી સાધન બની રહી છે.

Related Posts