ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી પ્રાથમિક અને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (PSE & SSE) 2025-26ની મેરીટ યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે જેમાં ગણેશ શાળા ટીમાણાના બાળકોએ અનેરી સિદ્ધિ હાંસલ કરી છે. જેમાં પંડ્યા યશ રવિશંકરભાઇ(ધોરણ 6) 109 ગુણ અને પંડ્યા અક્ષય શરદભાઈ(ધોરણ 9) 109 ગુણ સાથે સમગ્ર ભાવનગર જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે, એટલું જ નહીં પણ ધોરણ 6 માં તળાજા તાલુકામાં પસંદગી પાત્ર પાંચેય બાળકો એક જ શાળા એટલે કે ગણેશ શાળા – ટીમાણાના જ પસંદગી પામ્યા છે જ્યારે ધોરણ 9 માં પણ 12 બાળકોની પસંદગીમાંથી 11 બાળકોની પસંદગી તો ગણેશ શાળા – ટીમાણાના જ બાળકોની થવા પામી છે. અઠવાડિયા પહેલા જાહેર થયેલ પ્રખરતા શોધ કસોટીમાં પણ 48 બાળકો સાથે ગણેશ શાળા – ટીમાણા જિલ્લા અને રાજ્ય કક્ષાએ અગ્રેસર રહી હતી. ત્યારે ટૂંક સમયમાં આ બે બીજા પરિણામોમાં પણ સમગ્ર જિલ્લામાં અગ્રેસર રહીને શાળાના બાળકોએ શાળાનું તથા સમગ્ર તાલુકા અને જિલ્લાનું નામ રાજ્ય સ્તરે ગૌરવવંતુ બનાવ્યું છે. ગણેશ શાળા ટીમાણાના બાળકો વિવિધ પરીક્ષાઓ અને પ્રવૃત્તિઓમાં સતત અગ્રેસર રહેતા હોય છે ત્યારે આ પ્રાથમિક અને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષાના પરિણામે પણ શાળાના પરિસરમાં આનંદનું વાતાવરણ ઊભું કર્યું હતું. ગણેશ શાળા – ટીમાણા પરિવારે શિષ્યવૃત્તિ માટે પસંદગી પામનાર દરેક બાળકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તથા તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પણ શુભેચ્છાઓ પાઠવી હતી.
પ્રાથમિક અને માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા 2026 (ધોરણ 6 અને 9) બન્નેમાં ગણેશ શાળા ટીમાણાના વિધાર્થીઓ ભાવનગર જીલ્લામાં પ્રથમ ક્રમે
















Recent Comments