સરકારના ‘ટીબી મુક્ત ભારત’ના સંકલ્પને સાકાર કરવાના ભાગરૂપે હાલમાં ચાલી રહેલા ‘100 ડેઝ ટીબી કેમ્પેઈન’ (100 Day TB Campaign) અંતર્ગત સાવરકુંડલા તાલુકાના વાંશિયાળી ગામે એક વિશેષ ટીબી નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટા ઝીંઝુડા પીએચસી (PHC) હેઠળના વાંશિયાળી ગામે યોજાયેલા આ કેમ્પમાં આધુનિક હેન્ડહેલ્ડ એક્સ-રે મશીન દ્વારા શંકાસ્પદ દર્દીઓની સ્થળ પર જ તપાસ કરવામાં આવી હતી.
આ નિઃશુલ્ક શિબિરનો લાભ ગામના વલનરેબલ (જોખમ ધરાવતા) વિસ્તારના 54 જેટલા લાભાર્થીઓએ લીધો હતો, જ્યાં તેમના ડિજિટલ એક્સ-રે પાડીને સચોટ તપાસ કરવામાં આવી હતી.
આ સમગ્ર કામગીરી પીએચસીના મેડિકલ ઓફિસર ડૉ. પરીબ સાહેબ, ડૉ. પારઘી સાહેબ અને એમ.પી.એચ.એસ. (MPHS) શ્રી મુકુંદભાઈના સીધા માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. કેમ્પને સફળ બનાવવા માટે એક્સ-રે ટેકનિશિયન નિસર્ગભાઈ વસાણી, એસ.ટી.એસ. (STS) હિતેશભાઈ અને એસ.ટી.એલ.એસ. (STLS) વિજયભાઈએ ખડેપગે રહીને પૂરો સહકાર આપ્યો હતો. આરોગ્ય વિભાગની આ નવતર કામગીરીને ગ્રામજનોએ બિરદાવી હતી.
ગામના લોકોને સમયસર અને ઘરઆંગણે જ આ સેવાનો લાભ મળ્યો તે ખરેખર પ્રશંસનીય બાબત છે.

















Recent Comments