અમરેલી

રાજુલા આઈ.ટી.આઈ ખાતે ૨૪ જુલાઈએ કેમ્પસ ઇન્ટરવ્યૂ યોજાશે

સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ)રાજુલા ખાતે તા. ૨૪ જુલાઈ૨૦૨૬ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે ઇન્ડો એશિયા કોપર લિમિટેડલુણસાપુર (તા. જાફરાબાદજિ. અમરેલી) દ્વારા કેમ્પસ ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી પ્રક્રિયામાં ફિટરમિકેનિક મેન્ટેનન્સ કેમિકલ પ્લાન્ટ અને એટેન્ડન્ટ ઓપરેટર કેમિકલ પ્લાન્ટ ટ્રેડ માટે દરેકમાં ૨૦-૨૦ જગ્યાઓ ઉપલબ્ધ રહેશે. આ ટ્રેડમાં પાસઆઉટ થયેલા તેમજ ચાલુ વર્ષે પરીક્ષા આપેલા તાલીમાર્થીઓ કેમ્પસ ઇન્ટરવ્યૂમાં ભાગ લઈ શકશે.

પસંદગી પામનાર તાલીમાર્થીઓને પ્રથમ વર્ષ દરમિયાન રૂ. ૧૫,૫૦૦ પ્રતિ માસ સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવશે. ઉપરાંત કંપની દ્વારા રહેઠાણપરિવહન તેમજ સબસિડાઇઝ્ડ કેન્ટીન જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમ આચાર્યશ્રી આઈ.ટી.આઈ રાજુલાએ એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

રાજુલા આઈ.ટી.આઈના આચાર્યશ્રીએ સંબંધિત ટ્રેડના તમામ લાયક તાલીમાર્થીઓને આ રોજગારલક્ષી કેમ્પસ ઇન્ટરવ્યૂમાં હાજરી આપી રોજગારીની ઉત્તમ તકનો લાભ લેવા અનુરોધ કર્યો છે.

Related Posts