ભાવનગર ગુજરાતના ૬,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા ૧,૮૦,૦૦૦થી વધુ પર્યાવરણીય પ્રવૃત્તિઓ કરવા માટેની એક રાજ્યવ્યાપી અનોખી અને સરાહનીય પહેલ હાથ ધરવામાં આવી હતી. આ પર્યાવરણ જાગૃતિ અભિયાનમાં ઘોઘા તાલુકાની શ્રી ગોઘા ઇંગ્લિશ સ્કૂલના ૧૩૦ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
શાળાના વિદ્યાર્થીઓએ પાણી બચાવો ઝુંબેશ, વૃક્ષારોપણ કાર્યક્રમ , પ્રાકૃતિક સ્થળોની મુલાકાત, સ્વચ્છતાની જાળવણી,પ્લાસ્ટિક મુક્ત પરિસર અને ઉર્જા બચત જેવી વિવિધ પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓમાં સક્રિયપણે જોડાઈને સુંદર કામગીરી કરી હતી.
બાળકોની આ ઉત્કૃષ્ટ સક્રિયતા અને પર્યાવરણ પ્રત્યેની નિષ્ઠાને બિરદાવવા માટે દરેક ભાગ લેનાર વિદ્યાર્થીને પ્રમાણપત્ર (સર્ટિફિકેટ) અને સ્પેશિયલ બેજ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.શાળાના આચાર્યશ્રી સંજયસિંહ ગોહિલ અને શાળાના શિક્ષકાશ્રી ડૉ.માનસીબેન હિતેન્દ્રભાઈ ત્રિવેદીએ વિદ્યાર્થીઓને આ પ્રવૃત્તિ માટે પ્રેરણા અને પ્રોત્સાહન આપી ભવિષ્યમાં પણ આવી પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓ જોડાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું.



















Recent Comments