ભાવનગરમાં ભેળસેળયુક્ત ઝેરી દારૂના સેવનથી સર્જાયેલી ગંભીર ઘટનાને પગલે કૃષિ મંત્રીશ્રી જીતુભાઈ
વાઘાણીએ આજે એસ.પી. કચેરી ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી સમગ્ર પ્રકરણની ઊંડાણપૂર્વક
સમીક્ષા કરી હતી.
મંત્રીશ્રીએ અસરગ્રસ્તોની આરોગ્ય સ્થિતિ, સારવારની વ્યવસ્થા, મૃત્યુ પામેલા તથા સારવાર બાદ રજા અપાયેલા
વ્યક્તિઓની વિગતો તેમજ પોલીસ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી. અસરગ્રસ્તોને
કોઈપણ વિલંબ વિના યોગ્ય તબીબી સારવાર મળે અને દર્દીઓની સ્થિતિ પર સતત દેખરેખ રાખવામાં આવે તે માટે
તેમણે આરોગ્ય તંત્રને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.
ગેરકાયદેસર દારૂના કારોબારમાં સંડોવાયેલા કોઈપણ તત્વને બક્ષવામાં ન આવે તેમજ સમગ્ર પ્રકરણના મૂળ સુધી
પહોંચી સંકળાયેલા તમામ લોકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે માટે મંત્રીશ્રીએ પોલીસ તંત્રને
ભારપૂર્વક નિર્દેશ આપ્યો હતો.
ભાવનગર રેન્જ આઈ.જી. શ્રી આર.બી.અસારીએ આ ઘટના બાદ હાથ ધરાયેલી પોલીસ કાર્યવાહી તથા તપાસની
પ્રગતિ અંગેની વિગતો મંત્રીશ્રી સમક્ષ રજૂ કરી હતી.
જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. નિતેષ પાંડયે જણાવ્યું હતું કે, તપાસ માટે ૧૬ જેટલી અલગ-અલગ ટીમો કાર્યરત છે
અને અત્યાર સુધીમાં ૧૩ આરોપીઓને ઝડપી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઘટનામાં
૮ લોકોના મૃત્યુ થયા છે, ૧૯ અસરગ્રસ્તો સારવાર હેઠળ છે અને ૧૬ વ્યક્તિઓને સારવાર બાદ રજા આપવામાં
આવી છે. ફરજમાં બેદરકારી બદલ ૫ કર્મચારીઓ તથા ૨ પોલીસ ઇન્સ્પેક્ટર સહિત કુલ ૭ અધિકારી-કર્મચારીઓને
સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ બેઠકમાં મેયર શ્રીમતી ઉષાબેન તલરેજા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી અશોકભાઈ લાધવા, ધારાસભ્યશ્રી
ગૌતમભાઈ ચૌહાણ તથા શ્રીમતી સેજલબેન પંડ્યા, જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ બંસલ સહિત પોલીસ વિભાગના
અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભેળસેળયુક્ત ઝેરી દારૂની ગંભીર ઘટનાને પગલે પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ ભાવનગર ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી


















Recent Comments