સમગ્ર વિશ્વમાં જેમની શૌર્ય ગાથા ગવાઈ રહી છે તેવા કેપ્ટન સ્મિતના જેટલાં વખાણ કરીએ તેટલાં ઓછાં છે. ભારતનાં આ સપૂતે સમગ્ર વિશ્વમાં દેશનું નામ રોશન કર્યું છે. પળનાં પણ વિલંબ વિના હિંમતપૂર્વક જેણે ૧૮૦ મુસાફરોનો જીવ બચાવ્યો હતો તેવા યુવાન કેપ્ટન સ્મિતને પૂ મોરારિબાપુએ ધન્યવાદ આપ્યા હતા. કેપ્ટનના આ અદભૂત કાર્યને વધુ કઈ રીતે બિરદાવી શકાય તેવો શુભ વિચાર પૂ બાપુને આવ્યો હતો. પૂ બાપુને આ સમયે કોઈ અવિવેક પણ ન થાય તેવો સહજ સંકોચ પણ થતો હતો. મળતી માહિતી મુજબ દંતાલી આશ્રમના પૂ સચ્ચિદાનંદજી તરફથી રુપિયા ૨૫ લાખની સન્માન રાશિ જાહેર થઈ હતી. એ ઉપરાંત ગુજરાત સરકારે પણ ગૌરવ પુરસ્કારમાં રુપિયા ૨૫ લાખ, એક ફાર્માસ્યુટિકલ કંપનીએ ૧ કરોડની રાશિ જાહેર કરી છે. પૂ મોરારિબાપુએ શ્રી હનુમંત ક્રુપા પ્રસાદ રુપે રુપિયા ૨૧ લાખ જાંબાઝ કેપ્ટન સ્મિતને અર્પણ કર્યા છે. પુનઃ ફરી એકવાર બાપુએ કેપ્ટન સ્મિતના આ હનુમંત કાર્યને હ્રદયપૂર્વક બિરદાવ્યું છે અને તેમનાં પરિવારજનોને પણ શુભેચ્છાઓ પાઠવી છે.
કેપ્ટન સ્મિતને હનુમંત ક્રુપા પ્રસાદ રુપે ૨૧ લાખ અર્પણ કરતા મોરારિબાપુ

















Recent Comments