અમરેલી

અમરેલી જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે સંત ગુરુ શ્રી રવિદાસ મહારાજની જન્મ જયંતિ ઉજવણીની બેઠક મળી

સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસમહારાજના ૬૫૦માં જયંતિવર્ષ નિમિતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ મહાન સંતની જન્મ જયંતિ દેશ
ભરમાં ઉજવવામાં આવી રહી છે.
રવિદાસ મહારાજ ભક્તિ આંદોલનના સંત અને સમાજ સુધારા પ્રથા તેમને તત્કાલીન અનેક સંતો તથા પછીની પેઢીએ પણ ખુબ આદર
સન્માન આપ્યું છે, રવિદાસ મહારાજે સમાજના કરોડો પીડિત, વંચિત અને ઉપેક્ષિત લોકોને સન્માન આત્મ વિશ્વાસ અને જીવનનો
ધ્યેય પ્રદાન કર્યો. તેમણે સમાજમાં ધરખમ સુધારા તેમજ સમરસતાનો માર્ગ બતાવ્યો .
શ્રી રવિદાસ મહારાજને દેશ ભરમાં કરોડો લોકો જાતિધર્મની સીમાથી ઉપર ઉઠીને શ્રધા સાથે યાદ કરે છે, તેઓ દૂરદર્શી સંત
હતા જેમણે પોતાના સમયથી સદીઓ આગળના સમાજની કલપના કરી વર્તમાન સમયમાં પણ તેમના ઉપદેશોની સ્વીકૃતિ તેમની
દૂરદર્શિતા અને સમાજ પ્રત્યેના તેમના વ્યાપક દ્રષ્ટિકોણનું પ્રમાણ છે.
દેશન યશશ્વી પ્રધાનમંત્રી માન નરેન્દ્રભાઈ મોદીજીએ કહ્યું છે “ગુરુ રવિદાસજીએ પોતાનું આખું જીવન જ્ઞાતિવાદને સમાપ્ત કરવા અને
અસ્પૃશતાને મિટાવામાં સમર્પિત કરી દીધું. તેમણે આપણે શીખવું કે કોઈપણ વ્યક્તિ જન્મથી નાનો કે મોટો હોતો નથી, મનુષ્યની
વાસ્તવિક ઓળખ તેના કર્મો અને માનવતા પ્રત્યેના તેમના પ્રેમથી થાય છે, ગુરુજી દ્વારા બતાવવામાં આવેલા માર્ગ પર ચાલવું એજ
આપણા ‘સબકા સાથ સબકા વિકાસ સબકા વિકાસ સબકા વિશ્વાસ સબકા પ્રયાસ’ના સંકલ્પનો મૂળ આધાર છે”.
ભારતીય જનતા પાર્ટી દ્વારા તા. ૨૯ જુલાઈ ૨૦૨૬ના રોજ વારાણસી સ્થિત શ્રી ગુરુ રવિદાસ મહારાજની જન્મસ્થળી સિર
ગોવર્ધનપૂરમાં એક ભવ્ય કાર્યક્રમમાં દેશના તમામ રાજ્યની ટુકડીને પ્રવિત્ર માટીથી ભરેલો શણગારેલ કળશ આપામાં આવ્યો અને
પ્રદેશ દ્વારા આ પ્રવિત્ર માટી વિવિધ જીલ્લાની ટુકડીઓને આપવામાં આવી. આ પવિત્ર માટીના કળશને અમરેલી જીલ્લા ભાજપના
આગેવાનો વાજતેગાજતે સામૈયા કરી નાગદેવતા મંદિરમાં સ્થાપના કરી પૂજન કરીયું હતું આ સાથે ભંજન, પ્રવચન, સાંસ્કૃતિક કાર્યક્રમો
તથા પાર્ટીના નેતાઓનું તેમજ સંતોનું સંબોધન રાખવામાં આવશે, ગુરુપૂર્ણિમાથી પ્રારંભ થયેલ આ જયંતિ ઉત્સવ આખું વર્ષ
ઉજવવામાં આવશે તેમજ આ પવિત્ર કળશની યાત્રા ગામોગામ ધામધૂમ પૂર્વક ફેરવવામાં આવશે
આ ઉત્સવ અંતર્ગત અમરેલી જીલ્લા ભાજપ કાર્યાલયખાતે પ્રમુખ અતુલભાઈ કાનાણીની અધ્યક્ષતામાં તેમજ સંગઠન પ્રભારી
અભયસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં ઉજવણીના આયોજની બેઠક મળી હતી જેમાં મહામંત્રીઓ મયુરભાઈ માંજરીયા, રાજુભાઈ ભૂતૈયાચ
તથા અનુસુચિત જાતિ મોર્ચાના પ્રમુખ અને આ ઉજવણીના ઇન્ચાર્જ મુકેશભાઈ બગડા તેમજ સહ ઇન્ચાર્જ ચેતનભાઈ શિયાળ,
શાંતિલાલ પરમાર, પ્રવિણભાઈ સાવજ, મુકેશભાઈ ખોખરીયા, જીલ્લા પંચાયત ઉપપ્રમુખ મહાવીરબાપુ ભગત, સામાજિક ન્યાય
સમિતિના ચેરમેન ડેનીભાઈ પરમાર તેમજ જીલ્લા ભાજપ ઉપપ્રમુખ મનોજભાઈ મહીડા, દીપકભાઈ વઘાસીયા, મેહુલભાઈ ધોરાજીયા,
ધર્મેન્દ્રગીરી ગોસાઈ, મંત્રી પી.વી. વસાણી , ભાવનાબેન ગોંડલીયા તેમજ પ્રભારી મુકુંદભાઈ મહેતા, દિવ્યેશ વેકરીયા, ધર્મેશ
વિસાવળીયા અને જીલ્લા યુવા મોર્ચાના પ્રમુખ ચેતન ધાનાણી અને આજા. મોર્ચાના મહામંત્રી પ્રવિણભાઈ દાફડા, કાર્યાલય મંત્રી મહેન્દ્ર
ચાવડા તેમજ તાલુકા શહેર ભાજપ મંડળોના પ્રમુખશ્રી, મહામંત્રીશ્રીઓ, પ્રભારીશ્રીઓ, જીલ્લા અનુસુચિત જાતિ મોર્ચાના હોદેદારો
ઉજવણી કાર્યક્રમના ઇન્ચાર્જશ્રી, સહ ઇન્ચાર્જશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમ જીલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ વિપુલ ભટ્ટીએ જણાવ્યું
છે…

Related Posts