અમરેલી

પંદર લાખની છેતરપીંડીના બાબરા પો.સ્ટે. ના ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્‍જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ
ભાવનગર રેન્‍જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને
પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત
સાહેબ નાઓએ નાઓએ અમરેલી જીલ્‍લામા ગુનાઓ આચારી, પોતાની
કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી
ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્‍લા પોલીસને માર્ગદર્શન
આપેલ હોય,

જે અન્‍વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. શ્રી સી.પી.વાઘેલા
નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે બાબરા પોલીસ સ્‍ટેશન એ પાર્ટ
ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૮૨૫૦૬૪૨/૨૦૨૫, ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ
૩૧૮(૨), ૩૧૮(૪), ૫૪ મુજબના કામે રૂ.૧૫,૧૬,૦૦૦/- ની છેતરપીંડીમાં
સંડોવાયેલ આરોપીને તપાસ દરમિયાન પકડી પાડવામાં આવેલ છે.

 પકડાયેલ આરોપીઃ –
બીપીનભાઇ ઉર્ફે સીતારામ પરશોતમભાઇ ગોહિલ, ઉ.વ.૫૮, રહે.સુરત, મકાન
નં.૩૨, દેવજીનગર સોસાયટી વિભાગ – ૨, અશ્ર્વિનીકુમાર વિસ્તાર તા.જિ.સુરત
મુળ રહે.જેતપુર, જાગૃતિનગર સોસાયટી, ધોરાજી રોડ તા.જેતપુર જિ.રાજકોટ.

 કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફઃ-

આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી સી.પી.વાઘેલા
તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી જે.ડી.વાઘેલા તથા હેડ કોન્‍સ.
રાહુલભાઇ ઢાપા, તુષારભાઇ પાંચાણી તથા પો.કોન્‍સ. રમેશભાઇ સીસારા,
પરાક્રમસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવેલ છે.

Related Posts