આજ રોજ તા. ૨૬-૧૧-૨૬ ગુરુવારના રોજ શ્રી સદ્દગુરુ શ્રી કબીર સાહેબ સેવા ટ્રસ્ટ, સાવરકુંડલા તથા લાયન્સ ક્લબ ઓફ અમરેલી સિટી અને શ્રી નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સંચાલિત સુદર્શન નેત્રાલય હોસ્પિટલ, અમરેલી દ્વારા સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં આંખોના રોગથી પીડાતા દર્દીઓને વિનામૂલ્યે નિદાન તેમજ જરૂરી સારવાર અને મોતિયાના ઓપરેશનની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. કેમ્પમાં ઓ.પી.ડી.માં કુલ ૧૧૩ દર્દીઓએ લાભ લીધો હતો, જ્યારે મોતિયાના ઓપરેશન માટે ૨૮ દર્દીઓએ લાભ લીધો હતો.
કેમ્પનું દીપ પ્રાગટ્ય કબીર ટેકરીના મહંત શ્રી અરુણજી સાહેબ, લાયન્સ ક્લબ ઓફ અમરેલી સિટીના પ્રમુખ નરોત્તમભાઈ સાકરીયા, દિનેશભાઈ તેમજ સામાજિક સેવા સંસ્થાન શ્રી બચુભાઈ જીવરાજભાઈ સ્મારક ટ્રસ્ટના ટ્રસ્ટી વિશાલ વ્યાસ, માધવ વ્યાસ, હિતેશભાઈ મકવાણા, જગદીશભાઈ જેઠવા, જિતેનભાઈ હેલૈયા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સુદર્શન નેત્રાલયના કર્મચારીઓ અતુલભાઈ દવે, નિલેષભાઈ ભીલ, હિંમતભાઈ કાછડીયા તથા સમગ્ર સ્ટાફ તેમજ કબીર ટેકરીના સ્વયંસેવકોએ કેમ્પમાં જોડાઈ દર્દીઓની સેવા કરી હતી.
ઉલ્લેખનીય છે કે આ વિનામૂલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પ છેલ્લા ૧૮ વર્ષથી દર મહિનાના ચોથા ગુરુવારે નિયમિત રીતે યોજવામાં આવે છે. આ સેવાકીય પ્રવૃત્તિ દ્વારા આંખોના રોગથી પીડાતા અનેક જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે સારવાર અને આંખોની રોશની મેળવવામાં મદદ મળી રહી છે.