Loading Date... Gold 24K: ₹88,191 | Silver 1kg: ₹104,052 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
ટ્રાન્સપોર્ટ વાહનો માટેની નવી સિરીઝ GJ 14 AT Z 0001-9999 માટે અમરેલી એ.આર.ટી.ઓ દ્વારા ઈ-ઓકશન પ્રક્રિયા

સાવરકુંડલામાં પ્રથમ ‘ક્રિએટર્સ મીટ’નું ભવ્ય આયોજન, ૪૦ થી વધુ ઇન્ફ્લુએન્સર્સ અને ડિજિટલ ક્રિએટર્સ એક મંચ પર એકત્રિત થયા. ચલો કુછ નયા હો જાયે..

સાવરકુંડલામાં પ્રથમ ‘ક્રિએટર્સ મીટ’નું ભવ્ય આયોજન, ૪૦ થી વધુ ઇન્ફ્લુએન્સર્સ અને ડિજિટલ ક્રિએટર્સ એક મંચ પર એકત્રિત થયા. ચલો કુછ નયા હો જાયે..
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

સાવરકુંડલાના ડિજિટલ ક્ષેત્રને નવી દિશા અને ઓળખ આપવાના ઉમદા હેતુ સાથે આપડું કુંડલા અને પત્રકાર પાંધીસર ના સંયુક્ત ઉપક્રમે સાવરકુંડલા ક્રિએટર્સ મીટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

સાવરકુંડલાના ડિજિટલ ક્ષેત્રને નવી દિશા અને ઓળખ આપવાના ઉમદા હેતુ સાથે ‘આપડું કુંડલા’ અને ‘પત્રકાર પાંધીસર' ના સંયુક્ત ઉપક્રમે સાવરકુંડલા ક્રિએટર્સ મીટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન કેયુર વ્યાસ અને પ્રિયંકભાઈ પાંધી દ્વારા કરવામાં આવ્યું હતું.

સાવરકુંડલાના આવકાર બેન્ક્વેટ હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ૪૦થી વધુ ઇન્ફ્લુએન્સર્સ, સોશિયલ મીડિયા ક્રિએટર્સ, યુટ્યુબર્સ, ઇન્સ્ટાગ્રામ ક્રિએટર્સ, બ્લોગર્સ, વીડિયો એડિટર્સ તથા ડિજિટલ ક્ષેત્ર સાથે જોડાયેલા યુવાનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં *વિશેષ મહેમાન તરીકે મહેન્દ્રભાઈ ખુમાણ, રણધીરભાઈ વીંછિયા તથા અભિષેકભાઈ ગોંડલિયા ઉપસ્થિત રહ્યા હતા.* તેમણે ક્રિએટર્સને પ્રોત્સાહિત કર્યા હતા અને ડિજિટલ ક્ષેત્રમાં આગળ વધવા માટે પોતાના વિચારો તથા માર્ગદર્શન રજૂ કર્યા હતા.

*કાર્યક્રમનો મુખ્ય હેતુ સાવરકુંડલા તથા આસપાસના વિસ્તારના તમામ ક્રિએટર્સને એક મંચ પર લાવી પરસ્પર પરિચય, અનુભવોની આપ-લે, નવી ટેક્નોલોજીનું જ્ઞાન અને ભવિષ્યમાં સાથે મળીને કામ કરવાની તકો ઊભી કરવાનો હતો.*

કાર્યક્રમ દરમિયાન દરેક ક્રિએટર્સે પોતાનો પરિચય આપવાની સાથે સોશિયલ મીડિયા પર પોતાની સફર, કન્ટેન્ટ બનાવવાની શરૂઆત પાછળનો હેતુ, વીડિયો શૂટિંગ અને એડિટિંગની પદ્ધતિઓ, પડકારો તથા ભવિષ્યની યોજનાઓ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા.

આ ઉપરાંત Instagram, Facebook અને YouTube પર કન્ટેન્ટની ગુણવત્તા વધારવા, સોશિયલ મીડિયા ગ્રોથ, ડિજિટલ માર્કેટિંગ, બ્રાન્ડ પ્રમોશન, પેઇડ કોલેબોરેશન અને સ્થાનિક વેપારીઓ સાથે જોડાણ જેવી વિવિધ તકો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

*આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન તમામ ઇન્ફ્લુએન્સર્સમાં અદભુત જુસ્સો, ઉત્સાહ અને કંઈક નવું કરવાની ભાવના જોવા મળી હતી. દરેકે પોતાના વિચારો રજૂ કર્યા હતા અને સાવરકુંડલાના ક્રિએટર્સ એકબીજાને કેવી રીતે સહયોગ આપી શકે તે અંગે સકારાત્મક ચર્ચા કરી હતી.*

ખાસ કરીને સાવરકુંડલાની સ્થાનિક પ્રતિભાઓને યોગ્ય મંચ મળે, સ્થાનિક વેપાર-ધંધાને ડિજિટલ માધ્યમથી નવી ઓળખ મળે અને સાવરકુંડલાની સંસ્કૃતિ, ઇતિહાસ, પ્રવાસન તથા વિશેષતાઓને સોશિયલ મીડિયા દ્વારા વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવામાં આવે તેવા અનેક સારા પ્રયાસો અને વિચારોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું.

*આયોજકો કેયુર વ્યાસ અને પ્રિયંકભાઈ પાંધી દ્વારા ભવિષ્યમાં એક મજબૂત ‘Aapdu Creator Community’ ઊભી કરવાનો વિચાર રજૂ કરવામાં આવ્યો હતો. જેના માધ્યમથી ક્રિએટર્સ વચ્ચે નિયમિત મીટિંગ, કોલોબ્રેશન, જ્ઞાનની આપ-લે, સ્થાનિક બિઝનેસ પ્રમોશન અને નવી તકો ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવશે.*

આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું હતું કે, તમામ ઇન્ફ્લુએન્સર્સમાં આજે જેવો જુસ્સો અને ઉત્સાહ જોવા મળ્યો છે તે આવનારા સમયમાં પણ કાયમ રહે તેવી આશા છે. સૌ સાથે મળીને એવા સારા પ્રયાસો અને સર્જનાત્મક વિચારો અમલમાં મૂકે કે માત્ર સાવરકુંડલા શહેર કે જિલ્લામાં જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાં પણ સાવરકુંડલાનું નામ ડિજિટલ ક્ષેત્રે ગૌરવભેર ગુંજે.

*“એકલા નહીં, સાથે મળીને આગળ વધીએ અને સાવરકુંડલાને ડિજિટલ દુનિયામાં નવી ઓળખ અપાવીએ”* એવા સંકલ્પ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

અંતમાં તમામ વિશેષ મહેમાનો, ઉપસ્થિત 40થી વધુ ઇન્ફ્લુએન્સર્સ, ક્રિએટર્સ અને સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ બાદ સૌએ સાથે ભોજન કરીને આ યાદગાર મીટઅપને આનંદભેર પૂર્ણ કર્યો હતો.
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)