Loading Date... Gold 24K: ₹88,191 | Silver 1kg: ₹104,052 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
ટ્રાન્સપોર્ટ વાહનો માટેની નવી સિરીઝ GJ 14 AT Z 0001-9999 માટે અમરેલી એ.આર.ટી.ઓ દ્વારા ઈ-ઓકશન પ્રક્રિયા

રાજુલા તાલુકા બક્ષીપંચ ઓબીસી ચેરમેન પદે દુલાભાઈ મીઠાભાઈ લાખણોત્રા અને જાફરાબાદ તાલુકા કોંગ્રેસ ઓબીસી બક્ષીપંચ ચેરમેન પદે પાસાભાઈ ભીખાભાઈ ડાભીની નિમણૂક

રાજુલા તાલુકા બક્ષીપંચ ઓબીસી ચેરમેન પદે  દુલાભાઈ મીઠાભાઈ લાખણોત્રા અને જાફરાબાદ તાલુકા કોંગ્રેસ ઓબીસી બક્ષીપંચ ચેરમેન પદે પાસાભાઈ ભીખાભાઈ ડાભીની નિમણૂક
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

રાજુલા / જાફરાબાદ: ગુજરાત પ્રદેશ ઓબીસી સેલના પ્રમુખ શ્રી મહેશભાઈ રાજપૂતના માર્ગદર્શન હેઠળ તથા અમરેલી જિલ્લા ઓબીસી સેલના પ્રમુખ શ્રી વિજયભાઈ ઝાપડિયાની સૂચનાથી રાજુલા તાલુકા ઓબીસી ચેરમેન પદે આહીર સમાજના આગેવાન શ્રી દુલાભાઈ મીઠાભાઈ લાખણોત્રાની તથા જાફરાબાદ તાલુકા કોંગ્રેસ ઓબીસી...

રાજુલા / જાફરાબાદ: ગુજરાત પ્રદેશ ઓબીસી સેલના પ્રમુખ શ્રી મહેશભાઈ રાજપૂતના માર્ગદર્શન હેઠળ તથા અમરેલી જિલ્લા ઓબીસી સેલના પ્રમુખ શ્રી વિજયભાઈ ઝાપડિયાની સૂચનાથી રાજુલા તાલુકા ઓબીસી ચેરમેન પદે આહીર સમાજના આગેવાન શ્રી દુલાભાઈ મીઠાભાઈ લાખણોત્રાની તથા જાફરાબાદ તાલુકા કોંગ્રેસ ઓબીસી બક્ષીપંચ સેલના ચેરમેન પદે કેરાળા ગામના વતની, કોંગ્રેસના પીઢ કાર્યકર, તાલુકા પંચાયતની કારોબારી સમિતિના પૂર્વ ચેરમેન અને કોળી સમાજમાં વિશિષ્ટ વર્ચસ્વ ધરાવતા આગેવાન શ્રી પાસાભાઈ ભીખાભાઈ ડાભીની નિમણૂક કરવામાં આવી છે. બંને આગેવાનોની નિમણૂકથી અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ તાલુકામાં કોંગ્રેસના સંગઠનને વધુ મજબૂતી મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બંને નવનિયુક્ત ચેરમેન લાંબા સમયથી સામાજિક પ્રવૃત્તિઓ અને સંગઠનના વિવિધ પ્રશ્નોમાં સક્રિય ભૂમિકા ભજવતા આવ્યા છે. તેમની નિમણૂકથી ઓબીસી સમાજના પ્રશ્નોને વાચા મળશે, સમાજના હિતોનું રક્ષણ થશે તેમજ તાલુકા કક્ષાએ કોંગ્રેસની સંગઠનાત્મક પ્રવૃત્તિઓને નવી દિશા અને વેગ મળશે તેવી લાગણી કાર્યકરોમાં જોવા મળી રહી છે.

આગેવાનો દ્વારા અભિનંદન અને આવકાર

આ બંને નિમણૂકોને અમરેલી જિલ્લા, રાજુલા અને જાફરાબાદ વિસ્તારના કોંગ્રેસના આગેવાનો તથા સામાજિક આગેવાનોએ આવકારીને હાર્દિક અભિનંદન પાઠવ્યાં છે.

અભિનંદન પાઠવનાર આગેવાનોમાં જિલ્લા કક્ષાના નેતાઓ શ્રી પરેશભાઈ ધાનાણી, શ્રી પ્રતાપભાઈ દુધાત, શ્રી ઠાકરશીભાઈ મેતલિયા, શ્રીમતી જેનીબેન ઠુંમર, શ્રી મુઝફ્ફર હુસેન સૈયદ, શ્રી નરેશભાઈ અધ્યારૂ, શ્રી સંદીપભાઈ ધાનાણી તેમજ રાજુલા અને જાફરાબાદ વિસ્તારના આગેવાનો શ્રી ગંગાભાઈ હડિયા, શ્રી જે. ડી. કાસડ, શ્રી રવિરાજભાઈ ધાખડા, શ્રી હિતેશભાઈ સોલંકી, શ્રી અબ્દુલભાઈ સેલોત, શ્રી દીપકભાઈ ત્રિવેદી, શ્રી ભગવાનભાઈ રામ, શ્રી ટીકુભાઈ વરૂ, શ્રી અનકભાઈ સાખટ, શ્રી હરેશભાઈ બાંભણીયા, શ્રી યુવરાજ ભાઈ વરૂ શ્રી ઉકાભાઈ પરમાર, શ્રી નરેશભાઈ જાદવ, શ્રી કાદરભાઈ જાડેજા, શ્રી પ્રતાપભાઈ સાખટ, શ્રી ઝવેરભાઈ પડસાળા, શ્રી ઘનશ્યામભાઈ શેખડા, શ્રી વિઠ્ઠલભાઈ સોલંકી, શ્રી રજાકભાઈ થૈયસ, શ્રી ધોરી સાહેબ, શ્રી યુસુફભાઈ દરબાન, શ્રી મહેન્દ્રભાઈ વરૂ, શ્રી રણજીતભાઈ કોટીલા, શ્રી સાપરાજભાઈ કોટીલા, શ્રી લખમણભાઈ બાંભણીયા, શ્રી ઘનશ્યામભાઈ મકવાણા, શ્રી વિનુભાઈ સરવૈયા, શ્રી બાલાભાઈ સાખટ, શ્રી વિજાભાઈ બાંભણીયા, શ્રી કાળુભાઈ ચૌહાણ, શ્રી ઉમેશભાઈ વરૂ, શ્રી બાબુભાઈ મકવાણા, શ્રી ગીગાભાઈ મકવાણા, શ્રી તખુભાઈ વરૂ, શ્રી ભાણાભાઈ જોગદિયા, શ્રી હરેશભાઈ કોટીલા, શ્રી ભનુભાઈ પડસાળા, શ્રી ચંદુભાઈ ખૂટ અને શ્રી જયેશભાઈ વરૂ સહિતના આગેવાનોનો સમાવેશ થાય છે.

આગેવાનોએ આશા વ્યક્ત કરી છે કે બંને નવનિયુક્ત ચેરમેન ઓબીસી સમાજના પ્રશ્નોને વાચા આપવા, સમાજના વિવિધ વર્ગોને સંગઠિત કરવા અને કોંગ્રેસ પક્ષને તાલુકા કક્ષાએ વધુ મજબૂત બનાવવા સક્રિય કામગીરી કરશે. તેમની નિમણૂકથી કાર્યકરોમાં ઉત્સાહ વધશે અને પક્ષની પ્રવૃત્તિઓને નવી ઊર્જા મળશે.

બંને નવનિયુક્ત ચેરમેનશ્રીઓને હાર્દિક અભિનંદન અને સફળ કાર્યકાળ માટે શુભકામનાઓ આપી તેમ
જાફરાબાદ તાલુકા યુવક કોંગ્રેસ પ્રમુખ શ્રી યુવરાજ ભાઈ વરૂ એ જણાવ્યું છે

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)