ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ભાવનગર જિલ્લામાં ધોરણ-૧૦
અને ધોરણ-૧૨ની GSOSની નવેમ્બર-ડિસેમ્બર-૨૦૨૬ની પરીક્ષાઓ તા. ૩૦/૧૧/૨૦૨૬થી
તા.૦૯/૧૨/૨૦૨૬ દરમિયાન યોજાનાર છે.
પરીક્ષાર્થીઓ શાંતિપૂર્ણ, નિર્ભય અને ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે, પરીક્ષા કેન્દ્રોની આસપાસ
કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી
ભાવનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એન.ડી. ગોવાણીએ મળેલ સત્તાની રૂએ પરીક્ષા કેન્દ્રો પર કેટલાંક
પ્રતિબંધો ફરમાવ્યાં છે.
જાહેરનામા મુજબ ધોરણ-૧૦ (એસ.એસ.સી.)ની પરીક્ષા તા. ૩૦ નવેમ્બરથી તા. ૦૮ ડિસેમ્બર, ૨૦૨૬
દરમિયાન સવારે ૧૦:૦૦થી બપોરે ૧૩:૧૫ કલાક સુધી યોજાશે. જ્યારે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની
પરીક્ષા તા. ૩૦ નવેમ્બરથી તા. ૦૯ ડિસેમ્બર, ૨૦૨૬ દરમિયાન સવારે ૧૦:૩૦થી બપોરે ૧૩:૪૫ કલાક
તથા બપોરે ૧૫:૦૦થી સાંજે ૧૮:૧૫ કલાક સુધી યોજાશે.
આ પરીક્ષાઓ દરમિયાન નિયત પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં આવેલા ઝેરોક્ષ/ફેક્સ/સ્કેનરના
વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓએ ઝેરોક્ષ/ફેક્સ/સ્કેનર મશીનનો ઉપયોગ કરવો નહીં. તેમજ પરીક્ષા
કેન્દ્રની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં મોટા અવાજે લાઉડ સ્પીકર, બેન્ડવાજા કે અન્ય ધ્વનિ વર્ધક સાધનોનો
ઉપયોગ કરવો નહીં. પરીક્ષા કેન્દ્રમાં મોબાઇલ ફોન કે અન્ય ઇલેક્ટ્રોનિક ગેજેટ સાથે લઈ જવા તથા તેનો
ઉપયોગ કરવા પર પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત, પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં ચાર (૪) કે તેથી
વધુ વ્યક્તિઓએ એકઠા થવું નહીં. પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષાર્થીઓ તથા ફરજ પરના સ્ટાફ અને અધિકૃત
વ્યક્તિઓ સિવાય અન્ય કોઈપણ અનધિકૃત વ્યક્તિએ પ્રવેશ કરવો નહીં.
આ જાહેરનામું નિયત કરાયેલાં પરીક્ષા કેન્દ્રો ઉપરાંત ભવિષ્યમાં જાહેર કરવામાં આવનાર નવા પરીક્ષા
કેન્દ્રોને પણ લાગુ પડશે. પરીક્ષા કામગીરીના ભાગરૂપે અથવા સક્ષમ અધિકારીના આદેશથી જરૂરી ફરજ
બજાવતી વ્યક્તિઓને ક્રમ નંબર-૩ અને ૪ના પ્રતિબંધોમાંથી મુક્તિ આપવામાં આવી છે.
જાહેરનામાનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી
કરવામાં આવશે.
જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવા અને ફોજદારી કેસ દાખલ કરવા
માટે હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા ફરજ પરના પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા
છે.