Loading Date... Gold 24K: ₹89,003 | Silver 1kg: ₹105,010 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
નારીશક્તિની રક્ષા: અત્યાર સુધીમાં ૭.૭૫ લાખ કિશોરીઓને HPV રસીનું અમૃતકવચ પૂરું પાડતું ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ: - આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા

આગામી દિવસોમાં તહેવારોને અનુલક્ષીને સમગ્ર જિલ્લામાં હથિયારબંધી અંગેનું જાહેરનામું બહાર પડાયું

આગામી દિવસોમાં તહેવારોને અનુલક્ષીને સમગ્ર જિલ્લામાં હથિયારબંધી અંગેનું જાહેરનામું બહાર પડાયું
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

આગામી નવેમ્બર અને ડિસેમ્બર-૨૦૨૬ના માસ દરમિયાન તા.૨૩/૧૧/૨૦૨૬ વંકુઠ ચતુર્થી,તા.૨૪/૧૧/૨૦૨૬ દેવ દિવાળી, ગુરુનાનક જ્યંતિ, તા.૦૪/૧૨/૨૦૨૬ ઉત્પતિ એકાદશી,તા.૦૮/૧૨/૨૦૨૬ દર્શ અમાસ, તા.૧૩/૧૨/૨૦૨૬ વિનાયક ચોથ, તા.૧૪/૧૨/૨૦૨૬ વિવાહ પંચમી,તા.૧૫/૧૨/૨૦૨૬ અન્નપૂર્ણા વ્રત પ્રારંભ, તા.૧૬/૧૨/૨૦૨૬ ...

આગામી નવેમ્બર અને ડિસેમ્બર-૨૦૨૬ના માસ દરમિયાન તા.૨૩/૧૧/૨૦૨૬ વંકુઠ ચતુર્થી,

તા.૨૪/૧૧/૨૦૨૬ દેવ દિવાળી, ગુરુનાનક જ્યંતિ, તા.૦૪/૧૨/૨૦૨૬ ઉત્પતિ એકાદશી,

તા.૦૮/૧૨/૨૦૨૬ દર્શ અમાસ, તા.૧૩/૧૨/૨૦૨૬ વિનાયક ચોથ, તા.૧૪/૧૨/૨૦૨૬ વિવાહ પંચમી,

તા.૧૫/૧૨/૨૦૨૬ અન્નપૂર્ણા વ્રત પ્રારંભ, તા.૧૬/૧૨/૨૦૨૬ ધન સંક્રાતિ, તા.૨૦/૧૨/૨૦૨૬ મોક્ષદા

એકાદશી તથા ગીતા જ્યંતિ, તા.૨૧/૧૨/૨૦૨૬ મત્સ્યધ્વાદશી વગેરે તહેવારો/ઉત્સવો ઉજવનારા છે.

આ દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા સમગ્ર ભાવનગર જિલ્લામાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી

એન.ડી‌.ગોવાણીએ મળેલ અધિકારની રૂઈએ નિયત કરાયેલાં વિસ્તારમાં તા.૨૫/૧૧/૨૦૨૬ થી

તા.૨૪/૧૨/૨૦૨૬ (બંને દિવસો સહિત) સુધી જાહેરનામાં દર્શાવ્યાં મુજબ કોઈએ શસ્ત્ર, દંડા, તલવાર,

છરી, કુંહાડી, ધારીયા, ગુપ્તી, કુંડેલીવાળી લાકડીઓ, લોખંડનાં પાઈપ, ભાલા તથા બંદુક, લાઠી અથવા

શારીરીક ઈજા પહોંચાડી શકે તેવું કોઈપણ સાધન લઈ જવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

કોઈ પણ ક્ષયકારી અથવા સ્ફોટક દારૂગોળો વગેરે પદાર્થો લઈ જવા નહીં. પથ્થરો અથવા ફેંકી શકાય તેવી

બીજી વસ્તુઓ અથવા વસ્તુ ફેંકવા કે ધકેલવાના યંત્રો સાથે લઈ જવા નહીં તેમજ સભા/સરઘસની મંજુરી

આપનાર સક્ષમ અધિકારીશ્રીની મંજુરી લીધા વગર સરઘસમાં જલતી અથવા પેટાવેલી મશાલ લઈ જવી

નહિ.

મનુષ્ય અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવા નહીં કે બાળવા નહીં. અપમાનો

કરવાના અથવા જાહેર કરવાના ઇરાદાથી જાહેરમાં બિભત્સ સુત્રો પોકારવા નહીં. ગીતો ગાવા નહીં અને

ટોળામાં ફરકવું નહીં.

પરવાનેદાર હથિયાર ધારકોએ હથિયાર સાથે શોપિંગ મોલ, સિનેમા હૉલ કે ઓડિટોરિયમ કે નાટ્ય ગૃહ તથા

ટાઉન હોલમાં પ્રવેશવું નહીં.


ઘણી બધી દુકાનોમાં સશસ્ત્રો તથા હથિયાર જાહેરમાં પ્રદર્શીત રાખવામાં આવે છે જેનાથી સગીરવયના

બાળકો આવા હથિયારોથી આકર્ષિત થતા હોય જેથી બાળકોમાં હિંસાની ભાવના જાગૃત થતી હોય આવા

ભયંકર હથિયારોનું વેચાણ કરનાર દુકાનોમાં જાહેરમાં હથિયાર પ્રદર્શીત કરવા નહી.

આ હુકમ ફરજ પરના અઘિકારીઓ કે કર્મચારીઓ કે હોમગાર્ડઝ, ગ્રામ રક્ષક દળના સભ્યો કે જેમને ફરજ

નિમિત્તે હથિયાર રાખવાની આવશ્યકતા હોય તેને તેમજ સરકારી અઘિકારી/કર્મચારી હથિયાર ઘરાવતા હોય

તેને, જેઓને શારીરિક અશકિતને કારણે લાઠી રાખવાની પરવાનગી આપેલ હોય તેને, પોલીસ સબ

ઇન્સ્પેકટરશ્રીથી ઉત્તરતા દરજજાના ન હોય તેવા પોલીસ અઘિકારીશ્રીઓને, પોતાના લગ્ન પ્રસંગે તલવાર

રાખેલ વરરાજાને, યજ્ઞોપવિત અપાતું હોય તેવા બડવાઓને દંડ રાખેલ હોય તેને, પોલીસ અધિક્ષકશ્રી

અગર તો તેઓશ્રીએ નિયુકત કરેલ અઘિકારીશ્રીની કાયદેસરની પરવાનગી મેળવેલ વ્યક્તિને, કિરપાણ

રાખેલ શીખને, જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અથવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આ અર્થે ખાસ અધિકૃત કરે તેવી બીજી

કોઈ વ્યક્તિને લાગુ પડશે નહિ.

આ જાહેરનામું ભાવનગર જિલ્લાના સમગ્ર વિસ્તારને લાગુ પડશે. આ જાહેરનામાનો કોઈ ખંડનો ભંગ

અથવા ઉલ્લંઘન કરનારને ઓછામાં ઓછી ચાર મહિનાની અને વધુમાં વધુ એક વર્ષની કેદની સજા અને

ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૫(૧) મુજબની દંડની પણ સજા થશે.

આ જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલનાં પગલા લેવા ફોજદારી કામ માંડવા માટે ફરજ પરનાં

કોઈપણ હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરનાં અધિકારીને અધિકાર રહેશે.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)