Loading Date... Gold 24K: ₹89,003 | Silver 1kg: ₹105,010 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
નારીશક્તિની રક્ષા: અત્યાર સુધીમાં ૭.૭૫ લાખ કિશોરીઓને HPV રસીનું અમૃતકવચ પૂરું પાડતું ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ: - આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા

ભાવનગર ખાતે કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર ખાતે કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલનીબેઠક યોજાઈ હતી.

ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની

બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા, અકસ્માત સંભવિત સ્થળોએ જરૂરી સુરક્ષાત્મક

વ્યવસ્થાઓ ઊભી કરવા તથા માર્ગ સલામતી સંબંધિત વિવિધ પ્રશ્નોના સમયબદ્ધ નિરાકરણ અંગે સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠકમાં કલેક્ટરશ્રીએ જિલ્લાના તમામ બ્લેક સ્પોટની સમીક્ષા કરી અકસ્માત નિવારણ માટે જરૂરી સુધારાત્મક પગલાં હાથ ધરવા

સંબંધિત વિભાગોને સૂચના આપી હતી. ખાસ કરીને અકસ્માતની સંભાવના ધરાવતા શાળા વિસ્તારોમાં માર્ગ સલામતીનાં પગલાં

લેવા તેમજ ફાતિમા કોન્વેન્ટ હાઈસ્કૂલથી જેલ રોડ સુધીના વિસ્તારમાં સેફ સ્કૂલ ઝોન અંતર્ગત જરૂરી સુરક્ષાત્મક વ્યવસ્થાઓ

ઊભી કરવા પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત, તરસમિયા રોડ જંકશન પરની સમસ્યાનું નિરાકરણ લાવવા અને મંત્રેશથી

એરપોર્ટ રોડ પર ચાલી રહેલી કામગીરીને વેગ આપવા પણ સૂચના આપી હતી.

કલેક્ટરશ્રીએ ભાવનગર- વલ્લભીપુર હાઈવે પરના ગેરકાયદે મિડિયન કટ તાત્કાલિક દૂર કરવા તાકીદ કરી હતી. સરકારી ખર્ચે

બનાવવામાં આવેલા માર્ગો પર કોઈ વ્યક્તિ દ્વારા ગેરકાયદે મિડિયન કટ કરવામાં આવે તો જવાબદાર વ્યક્તિ સામે

એફ.આઈ.આર. નોંધાવવા પણ સ્પષ્ટ સૂચના આપી હતી.

બેઠકમાં ભાવનગર શહેરના ટ્રાફિક ચિલ્ડ્રન પાર્ક પ્રોજેક્ટ અને રંઘોળાથી લીમડા રોડ પર ડિવાઈડર સંબંધિત સમસ્યા અંગે પણ

ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી (આર.ટી.ઓ.) દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી જિલ્લામાં માર્ગ સલામતી માટે

વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલી કામગીરીનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.

આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.ડી. ગોવાણી, ટ્રાફિક ટ્રેનર અજયસિંહ જાડેજા સહિત સંબંધિત કચેરીના અધિકારીઓ

ઉપસ્થિત રહ્યા હતા.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)