પુસ્તકાલયની સ્વચ્છતા, સુવ્યવસ્થા અને સેવાકીય પ્રવૃત્તિઓ નિહાળી મહાનુભાવો થયા અભિભૂત
દામનગર સાહિત્ય જગતની શાન સમાન શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલયની મુલાકાતે સુરતના વિવિધ ક્ષેત્રોમાં સેવાકીય યોગદાન આપતા અગ્રણી મહાનુભાવો પધાર્યા હતા.સુરત ટેક્ષટાઇલ્સ વિવર્સના મોભી વિજયભાઈ માંગુકિયા (કેસરી), સામાજિક મેળાવડાના રિચ થિંકર અને એન્કર ધ્રુવિલ ગોળકિયા, ચિરાગભાઈ ઈટાલીયા, અલ્પેશભાઈ કળથીયા, મિતેષભાઈ બેલડીયા, જયેશભાઈ ગાબાણી સહિતની ટીમનું પુસ્તકાલય સંસ્થા દ્વારા ઉષ્માભર્યું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.મુલાકાત દરમિયાન મહાનુભાવોએ પુસ્તકાલયની વિશેષ સ્વચ્છતા, સુંદર વ્યવસ્થા, વિવિધ વિભાગો અને વાચકો તથા વિદ્યાર્થીઓ માટે ઊભી કરવામાં આવેલી આધુનિક સુવિધાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. પુસ્તકાલયની સુવ્યવસ્થિત કામગીરી અને સેવાભાવનાથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા.આ પ્રસંગે પુસ્તકાલયના ટ્રસ્ટીઓ નટુભાઈ ભાતિયા, ભરતભાઈ ભટ્ટ, મનસુખભાઈ નારોલા, કૌશિકભાઈ બોરીચા, વસંતભાઈ ડોબરીયા, રજનીભાઈ ધોળકિયા, રાજુભાઈ કનાડિયા સહિતના ટ્રસ્ટીઓએ મહેમાનોને પુસ્તકાલયની વિવિધ પ્રવૃત્તિઓ, સુવિધાઓ અને સેવાકીય કાર્યોથી માહિતગાર કર્યા હતા.આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ હિંમતભાઈ આલગિયા, અમરશીભાઈ નારોલા, જયંતિભાઈ નારોલા, ભીખુભાઈ કાનાણી, મગનભાઈ બુધેલીયા, હરેશભાઈ વાવડીયા, કાંતિભાઈ આસોદરિયા, પ્રિતેશભાઈ નારોલા, પ્રકાશભાઈ તજા, સંજયભાઈ નારોલા, જગદીશભાઈ ધોળકિયા, સંદીપભાઈ પટેલ, ધીરૂભાઈ નારોલા, અરવિંદભાઈ વાવડીયા, મધુભાઈ બોખા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર પંથકમાં ગૌરવ સમાન આ સાહિત્ય સંસ્થામાં દૂરદૂરથી આવતા વાચકો અને વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ ઉત્તમ સુવિધાઓ, સ્વચ્છતા અને વ્યવસ્થાપન અંગે મહાનુભાવોએ હૃદયપૂર્વક સંતોષ વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે વિજયભાઈ માંગુકિયાએ સુંદર સંદેશ આપતાં જણાવ્યું હતું કે, "તુરંત વરદાન આપતા દેવમંદિર સમાન આ પુસ્તકાલયમાં પ્રવેશતાં જ તીર્થક્ષેત્રમાં આવ્યા હોઈએ તેવી દિવ્ય અનુભૂતિ થાય છે."પુસ્તકાલયની આદર્શ વ્યવસ્થા, જ્ઞાનસેવા અને સમાજલક્ષી અભિગમની પ્રશંસા કરતાં મહાનુભાવોએ સંસ્થાની કામગીરીને બિરદાવી હતી.