Loading Date... Gold 24K: ₹89,003 | Silver 1kg: ₹105,010 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
દામનગરના શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલયની મુલાકાતે સુરતના અગ્રણીઓની ટીમ

દામનગરમાં સમસ્ત ભરવાડ સમાજ દ્વારા ભગવાન શાલીભદ્ર અને સતી રત્ન વૃંદાજીના લગ્નોત્સવની ભવ્ય જાન નીકળી

દામનગરમાં સમસ્ત ભરવાડ સમાજ દ્વારા ભગવાન શાલીભદ્ર અને સતી રત્ન વૃંદાજીના લગ્નોત્સવની ભવ્ય જાન નીકળી
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

દામનગરમાં સમસ્ત ભરવાડ સમાજ દ્વારા ભગવાન શાલીભદ્ર અને સતી રત્ન વૃંદાજીના લગ્નોત્સવની ભવ્ય જાન નીકળીપરંપરાગત ભરવાડી પહેરવેશ, ઢોલ-નગારાના નાદ અને ધર્મોલ્લાસભર્યા વાતાવરણ વચ્ચે નગરના મુખ્ય રાજમાર્ગો પર ભવ્ય વરઘોડો યોજાયોદામનગર ખાતે સમસ્ત ભરવાડ સમાજ દ્વારા ઠાકરનાં સતી રત્ન વૃંદાજ...

દામનગરમાં સમસ્ત ભરવાડ સમાજ દ્વારા ભગવાન શાલીભદ્ર અને સતી રત્ન વૃંદાજીના લગ્નોત્સવની ભવ્ય જાન નીકળી

પરંપરાગત ભરવાડી પહેરવેશ, ઢોલ-નગારાના નાદ અને ધર્મોલ્લાસભર્યા વાતાવરણ વચ્ચે નગરના મુખ્ય રાજમાર્ગો પર ભવ્ય વરઘોડો યોજાયો

દામનગર ખાતે સમસ્ત ભરવાડ સમાજ દ્વારા ઠાકરનાં સતી રત્ન વૃંદાજી સાથે ભગવાન શ્રી શાલીભદ્રના શુભ લગ્નોત્સવ નિમિત્તે ભવ્ય જાનનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી રામદેવજી મંદિરેથી ધર્મોલ્લાસ અને ભક્તિભાવ સાથે પ્રસ્થાન થયેલી જાન નગરના મુખ્ય રાજમાર્ગો પરથી પસાર થઈ ગુરુમુખી સંત શ્રી દયારામ બાપુના સીતારામ આશ્રમ ખાતે પહોંચી હતી.
જાનમાં પરંપરાગત ભરવાડી પહેરવેશ ધારણ કરેલા સમાજબંધુઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સમગ્ર વરઘોડા દરમિયાન ધાર્મિક ઉત્સાહ અને પરંપરાગત સંસ્કૃતિની ઝાંખી જોવા મળી હતી. નગરના મુખ્ય માર્ગો પર જાનના દર્શનીય નજારાએ સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.
ભગવાન શ્રી શાલીભદ્ર સંગે સતી રત્ન વૃંદાજીના લગ્નોત્સવની આ ભવ્ય જાનનું સીતારામ આશ્રમ ખાતે ભવ્ય સામૈયા અને સત્કાર સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજનમાં ભરવાડ સમાજની એકતા, પરંપરા, સંસ્કૃતિ અને ધાર્મિક શ્રદ્ધાનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)