Loading Date... Gold 24K: ₹88,191 | Silver 1kg: ₹104,052 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
ગુજરાત સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ના રોડ-શોનું લખનઉ ખાતે આયોજન , ઉત્તર પ્રદેશના ઉદ્યોગોને રાજ્યની વિકાસગાથામાં ભાગીદાર બનવા આમંત્રણ

ડિજિટલ ગુજરાતની દિશામાં વધુ એક નક્કર કદમ, રાજ્ય સરકારની યોજનાઓના મૂલ્યાંકન અભ્યાસની સંપૂર્ણ પ્રક્રિયા હવે ઓનલાઇન થશે

ડિજિટલ ગુજરાતની દિશામાં વધુ એક નક્કર કદમ, રાજ્ય સરકારની યોજનાઓના મૂલ્યાંકન અભ્યાસની સંપૂર્ણ પ્રક્રિયા હવે ઓનલાઇન થશે
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

ડિજિટલ ઇન્ડિયા અને ડિજિટલ ગુજરાતના વિઝનને સાકાર કરવાના ભાગરૂપે રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વધુ એક નક્કર પહેલ હાથ ધરવામાં આવી છે.

‘ડિજિટલ ઇન્ડિયા’ અને ‘ડિજિટલ ગુજરાત’ના વિઝનને સાકાર કરવાના ભાગરૂપે રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વધુ એક નક્કર પહેલ હાથ ધરવામાં આવી છે. સરકારી યોજનાઓના મૂલ્યાંકન અભ્યાસની કામગીરીને વધુ ઝડપી, પારદર્શક અને પેપરલેસ બનાવવાના ઉદ્દેશ્યથી “Transforming Survey Ecosystem Web Portal” વિકસાવવામાં આવ્યું છે. 


સામાન્ય વહીવટ વિભાગના આયોજન પ્રભાગના માર્ગદર્શન હેઠળ મૂલ્યાંકન નિયામકશ્રીની કચેરી દ્વારા નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC)ના ટેકનિકલ સહયોગથી તૈયાર કરાયેલા આ વેબ પોર્ટલ મારફતે હવે આગામી તમામ મૂલ્યાંકન અભ્યાસો સંપૂર્ણપણે ઓનલાઇન હાથ ધરવામાં આવશે. 


આ કામગીરી સુચારુ રીતે ચાલે તે માટે સચિવાલયના તમામ વિભાગોના સંયુક્ત સચિવશ્રીઓ તથા નાયબ સચિવશ્રીઓને યુઝર આઈડી અને પાસવર્ડ પૂરા પાડવામાં આવ્યા છે. જેઓ પોતાના વિભાગની યોજનાના મૂલ્યાંકન અભ્યાસ માટે જરૂરી પરિપત્રો અને ચેકલિસ્ટ સાથે સમયસર સીધી જ ઓનલાઇન દરખાસ્ત સામાન્ય વહીવટ વિભાગના આયોજન પ્રભાગને મોકલી શકશે.


સામાન્ય વહીવટ વિભાગ દ્વારા દરખાસ્તની યોગ્યતા ચકાસ્યા બાદ તેને નિયામકશ્રી, મૂલ્યાંકન કાર્યાલયને ઓનલાઇન તબદીલ કરવામાં આવશે. ત્યારબાદ મૂલ્યાંકન કચેરી દ્વારા સ્ટડી ડિઝાઇન, મેથોડોલોજી તેમજ મૂલ્યાંકન અહેવાલ તૈયાર કરવા સહિતની તમામ કામગીરી ઓનલાઇન હાથ ધરવામાં આવશે. 


મૂલ્યાંકન અભ્યાસની દરખાસ્ત રજૂ થાય ત્યારથી શરૂ કરીને તમામ તબક્કાઓ સહિત મૂલ્યાંકન અભ્યાસ આખરી થાય ત્યાં સુધીની સમગ્ર કામગીરીનું સતત ઓનલાઇન મોનિટરિંગ થઈ શકે તે રીતે આ વેબ પોર્ટલ ડિઝાઇન કરવામાં આવ્યું છે. 


વિવિધ વિભાગોના પ્રતિનિધિ-નોડલ અધિકારીઓ માટે તા. ૨૭ નવેમ્બરના રોજ સચિવાલય ખાતે વર્કશોપ યોજાશે.


આ નવીન પોર્ટલના અમલીકરણથી વહીવટી પ્રક્રિયામાં સમયનો બચાવ થશે અને વિવિધ સરકારી યોજનાઓની અસરકારકતાનું મૂલ્યાંકન વધુ સચોટ રીતે થઈ શકશે.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)