Loading Date... Gold 24K: ₹88,191 | Silver 1kg: ₹104,052 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
ગુજરાત સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ના રોડ-શોનું લખનઉ ખાતે આયોજન , ઉત્તર પ્રદેશના ઉદ્યોગોને રાજ્યની વિકાસગાથામાં ભાગીદાર બનવા આમંત્રણ

દિવાળી વેકેશનમાં 108 કલાકનું સમયદાન અને 81000 રુ ના લોકફાળાથી શાળા નવપલ્લવિત

દિવાળી વેકેશનમાં 108 કલાકનું સમયદાન અને 81000 રુ ના લોકફાળાથી શાળા નવપલ્લવિત
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

ભાવનગર જિલ્લા પંચાયત સંચાલિત પાલિતાણાની શ્રી ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળાને દાતાઓના આર્થિક સહયોગ અને શિક્ષકના સમયદાન થકી નવા રંગરૂપ સાથે સજ્જ કરવામાં આવી છે.

ભાવનગર જિલ્લા પંચાયત સંચાલિત પાલિતાણાની શ્રી ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળાને દાતાઓના આર્થિક સહયોગ અને શિક્ષકના સમયદાન થકી નવા રંગરૂપ સાથે સજ્જ કરવામાં આવી છે. શાળાના બાળકોના સર્વાંગીણ વિકાસ અને સુવિધામાં વધારો થાય તે હેતુથી આ સેવાયજ્ઞ હાથ ધરવામાં આવ્યો હતો.
શાળાના શિક્ષક શ્રી નાથાભાઈ ચાવડા પ્રયોગશીલ અને કર્મશીલ શિક્ષક છે.તેમના દ્વારા સતત ત્રીજા વર્ષે સમયદાન અને લોકભાગીદારીના માધ્યમથી શાળાને નવપલ્લવિત કરવાનું ભગીરથ કાર્ય કરવામાં આવ્યું છે.
શાળામાં રંગરોગાન તેમજ પીવાના પાણી ની વ્યવસ્થા તથા અન્ય ઉપયોગ માટે પાણીની જરૂરિયાત સહિતની પાયાની સુવિધાઓ ઊભી કરવા માટે ₹૮૧,૦૦૦ જેટલું આર્થિક યોગદાન પ્રાપ્ત થયું હતું. આ સહયોગમાં નમોકાર ફાઉન્ડેશનના અશોક મહેતા, શરદભાઈ વોરા તથા શત્રુંજય યુવક મંડળનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો.પોતે શાળાના રંગ રોગાન અને શાળા સ્વચ્છતા વગેરે માટે પોતાનું 108 કલાકનું સમય દાન કર્યું.
     શ્રી નાથાભાઈ ચાવડાની ફરજ નિષ્ઠાને વાલીગણ અને જિલ્લાના અગ્રણી શિક્ષણ સેવીઓએ આવકારી અને અભિનંદન આપ્યા છે.
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)