Loading Date... Gold 24K: ₹88,191 | Silver 1kg: ₹104,052 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
ગુજરાત સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ના રોડ-શોનું લખનઉ ખાતે આયોજન , ઉત્તર પ્રદેશના ઉદ્યોગોને રાજ્યની વિકાસગાથામાં ભાગીદાર બનવા આમંત્રણ

ગુજરાત સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ના રોડ-શોનું લખનઉ ખાતે આયોજન , ઉત્તર પ્રદેશના ઉદ્યોગોને રાજ્યની વિકાસગાથામાં ભાગીદાર બનવા આમંત્રણ

ગુજરાત સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ના રોડ-શોનું લખનઉ ખાતે આયોજન , ઉત્તર પ્રદેશના ઉદ્યોગોને રાજ્યની વિકાસગાથામાં ભાગીદાર બનવા આમંત્રણ
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

ગુજરાત સરકાર દ્વારા આજે હોટેલ હિલ્ટન, લખનઉ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2027 માટે રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત અને ઉત્તર પ્રદેશના મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓની સાથે ઉદ્યોગ અગ્રણીઓ અને રોકાણકારો એકત્ર થયા હતા.

ગુજરાત સરકાર દ્વારા આજે હોટેલ હિલ્ટન, લખનઉ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2027 માટે રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત અને ઉત્તર પ્રદેશના મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓની સાથે ઉદ્યોગ અગ્રણીઓ અને રોકાણકારો એકત્ર થયા હતા. આ રોડ-શોમાં ઉત્તર પ્રદેશના ઉદ્યોગોને 10 થી 12 જાન્યુઆરી, 2027 દરમિયાન ગુજરાતના ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાનારી સમિટમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.

​આ ઉચ્ચ-સ્તરીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ગુજરાત સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના  મંત્રી શ્રી રમણભાઈ સોલંકીએ કર્યું હતું, જેમની સાથે લખનઉ રોડ-શોના નોડલ ઓફિસર અને ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ સચિવ શ્રી આલોક કુમાર પાંડે (IAS) પણ જોડાયા હતા.

મુખ્ય કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશ સરકારના ઉર્જા અને શહેરી વિકાસ વિભાગના  મંત્રી શ્રી અરવિંદ કુમાર શર્મા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત વરિષ્ઠ અધિકારીઓમાં ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી મમતા વર્મા (IAS), ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ સચિવ શ્રી આલોક કુમાર પાંડે (IAS), ગુજરાત સરકારના MSME કમિશનર સુશ્રી ક્ષિપ્રા આગ્રે (IAS) અને ઉત્તર પ્રદેશ સરકારના MSME અને નિકાસ પ્રોત્સાહન વિભાગના અગ્ર સચિવ શ્રી શશી ભૂષણ લાલ સુશીલ (IAS) જોડાયા હતા. આ ઉપરાંત, અનેક ઉદ્યોગ અગ્રણીઓ, રોકાણકારો અને વેપાર તથા ઉદ્યોગ સંગઠનોના પ્રતિનિધિઓએ પણ આ રોડ શોમાં ભાગ લીધો હતો.

​ASSOCHAMની નેશનલ કાઉન્સિલ MSMEના કો-ચેરમેન શ્રી પૂરન દાવરે સ્વાગત પ્રવચન કર્યું હતું. VGGS 2027 અને તેની થીમ “વિકસિત ગુજરાત – શેપિંગ ગ્લોબલ ફ્યુચર” (Viksit Gujarat – Shaping Global Future) અંગે ઉપસ્થિત જનમેદની સમક્ષ પ્રેઝન્ટેશન આપતા શ્રીમતી મમતા વર્માએ જણાવ્યું હતું કે ગુજરાત USD 318 બિલિયનના અર્થતંત્ર, મજબૂત ઉત્પાદન ક્ષમતા અને ભારતની મર્ચેન્ડાઇઝ નિકાસમાં 25% ભાગીદારી સાથે ભારતના અગ્રણી રોકાણ રાજ્યોમાંથી એક છે. ગુજરાત વિશ્વ-કક્ષાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રગતિશીલ નીતિઓ, સ્થિર વ્યવસાયિક વાતાવરણ અને પરંપરાગત તથા ઉભરતા ક્ષેત્રોમાં નેતૃત્વ દ્વારા રોકાણ માટે આકર્ષક તકો પૂરી પાડે છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 (10–12 જાન્યુઆરી 2027) દ્વારા ગુજરાતનો ઉદ્દેશ્ય વૈશ્વિક ભાગીદારીને મજબૂત કરવાનો, રોકાણો આકર્ષવાનો અને ભારતના 'વિકસિત ભારત 2047'ના વિઝનમાં તેના યોગદાનને વેગ આપવાનો છે.


​સભાને સંબોધતા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીએ ઇલેક્ટ્રોનિક્સ, સંરક્ષણ (ડિફેન્સ), એરોસ્પેસ, ફૂડ પ્રોસેસિંગ, ટેક્સટાઇલ્સ, IT, લોજિસ્ટિક્સ, એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, સેમિકન્ડક્ટર્સ, રિન્યુએબલ એનર્જી, વૈશ્વિક વેપાર અને નાણાકીય સેવાઓ સહિતના મુખ્ય ક્ષેત્રોમાં ગુજરાત અને ઉત્તર પ્રદેશની પૂરક શક્તિઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ઉત્તર પ્રદેશના ઉદ્યોગોને ભાગીદારી અને રોકાણ માટેના મંચ તરીકે VGGS 2027નો ઉપયોગ કરવા આમંત્રણ આપ્યું હતું.


​ઉત્તર પ્રદેશ સરકારના ઊર્જા અને શહેરી વિકાસ મંત્રી શ્રી અરવિંદ કુમાર શર્માએ જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશ અને ગુજરાત ભારતના બે સૌથી ગતિશીલ વિકાસ કેન્દ્રોનું પ્રતિનિધિત્વ કરે છે, જે ઝડપથી પરિવર્તન પામી રહેલ ભારતની આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે, ગુજરાત અને ઉત્તર પ્રદેશ એકબીજાના હરીફ નથી, પરંતુ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની યાત્રાને વેગ આપતા પૂરક વિકાસ એન્જિન (ગ્રોથ એન્જિન) છે.


​RSPL ગ્રુપના CEO શ્રી ટિંકુ છાબડા, યુનો મિન્ડા લિમિટેડના ડૉ. આનંદી એન. સિંહા અને એશિયન પેઇન્ટ્સ લિમિટેડના શ્રી અમિત કુમાર સિંહ જેવા ઉદ્યોગ અગ્રણીઓએ ગુજરાતમાં વ્યવસાય કરવાના પોતાના અનુભવો શેર કર્યા હતા.

તે તમામે ગુજરાતમાં ઉપલબ્ધ સાનુકૂળ વ્યવસાયિક ઇકોસિસ્ટમ, શાસનમાં પારદર્શિતા, સરકારની સુલભતા અને રાજ્ય દ્વારા પૂરી પાડવામાં આવતી નીતિગત ઇકોસિસ્ટમ અંગેના પોતાના અનુભવો જણાવ્યા હતા.


​દિવસની શરૂઆતમાં, કેમિકલ્સ, એરોસ્પેસ અને ડિફેન્સ, હેલ્થકેર, ફૂડ પ્રોસેસિંગ, એન્જિનિયરિંગ સહિતના અન્ય ક્ષેત્રોમાં રોકાણની તકો અંગે ચર્ચા કરવા માટે  મંત્રી શ્રી રમણભાઈ સોલંકી અને નોડલ ઓફિસર સાથે ઉત્તર પ્રદેશના અગ્રણી ઉદ્યોગપતિઓની વન-ટુ-વન બેઠકો યોજાઈ હતી.


​પ્રતિનિધિમંડળે લખનઉ સ્થિત ગુજરાતી સમાજના સભ્યો સાથે પણ મુલાકાત કરી હતી અને તેમને VGGS 2027 માટે આમંત્રણ આપ્યું હતું.


​રોડ-શો પૂર્વે 25 નવેમ્બરના રોજ પ્રતિનિધિમંડળે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ, ઉત્તર પ્રદેશના  મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ, ઉત્તર પ્રદેશના  નાયબ મુખ્યમંત્રી શ્રી બ્રજેશ પાઠક અને  ઊર્જા અને શહેરી વિકાસ મંત્રી શ્રી એ. કે. શર્માની શુભેચ્છા મુલાકાત કરી હતી અને તેમને VGGS 2027 માં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું હતું.


​આ  રોડ-શો સમિટને દેશભરના મુખ્ય વ્યાપારી કેન્દ્રો સુધી લઈ જાય છે, જેનાથી ગુજરાતને મુખ્ય કાર્યક્રમ પહેલાં સ્થાનિક ઉદ્યોગો સમક્ષ સીધી રોકાણની તકો રજૂ કરવાની અને રાજ્યો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવાની તક મળે છે.

​વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ વિશે

વર્ષ 2003માં શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટએ ગુજરાત સરકારની ફ્લેગશિપ ઇન્વેસ્ટમેન્ટ સમિટ છે, જે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનું વિઝન છે, જે વૈશ્વિક બિઝનેસ લીડર્સ, રોકાણકારો, નીતિ નિર્માતાઓ અને સરકારોને એક મંચ પર લાવે છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 11મી આવૃત્તિ 10 થી 12 જાન્યુઆરી 2027 દરમિયાન “વિકસિત ગુજરાત – શેપિંગ ગ્લોબલ ફ્યુચર” (Viksit Gujarat – Shaping Global Future) થીમ પર ગુજરાતના ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાશે.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)