Loading Date... Gold 24K: ₹88,625 | Silver 1kg: ₹104,564 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છોટાઉદેપુર જિલ્લાના 3 દિવસીય પ્રવાસે; કવાંટ ખાતે ઉમળકાભેર સ્વાગત કરાયું

ડિજિટલ ગવર્નન્સ તરફ વધુ એક કદમ, સરકારી યોજનાઓના ઝડપી મૂલ્યાંકન માટે ‘ટ્રાન્સફોર્મિંગ સર્વે ઇકોસિસ્ટમ વેબ પોર્ટલ’નો શુભારંભ કરવાતા મૂલ્યાંકન વિભાગના સચિવ આદ્રા અગ્રવાલ

ડિજિટલ ગવર્નન્સ તરફ વધુ એક  કદમ, સરકારી યોજનાઓના ઝડપી મૂલ્યાંકન માટે ‘ટ્રાન્સફોર્મિંગ સર્વે ઇકોસિસ્ટમ વેબ પોર્ટલ’નો શુભારંભ કરવાતા મૂલ્યાંકન વિભાગના સચિવ આદ્રા અગ્રવાલ
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

સરકારી યોજનાઓના મૂલ્યાંકનને વધુ ઝડપી, પારદર્શી અને સુવ્યવસ્થિત બનાવવાના હેતુથી આજે ગાંધીનગર ખાતે મૂલ્યાંકન વિભાગના સચિવ શ્રી આદ્રા અગ્રવાલના હસ્તે નવા ડિજિટલ પ્લેટફોર્મ ટ્રાન્સફોર્મિંગ સર્વે ઇકોસિસ્ટમ વેબ પોર્ટલનો શુભારંભ કરવામાં આવ્યો હતો.  મૂલ્યાંકન નિયામકશ્રીની કચેરી...

સરકારી યોજનાઓના મૂલ્યાંકનને વધુ ઝડપી, પારદર્શી અને સુવ્યવસ્થિત બનાવવાના હેતુથી આજે ગાંધીનગર ખાતે મૂલ્યાંકન વિભાગના સચિવ શ્રી આદ્રા અગ્રવાલના હસ્તે નવા ડિજિટલ પ્લેટફોર્મ ‘ટ્રાન્સફોર્મિંગ સર્વે ઇકોસિસ્ટમ વેબ પોર્ટલ’નો શુભારંભ કરવામાં આવ્યો હતો.  મૂલ્યાંકન નિયામકશ્રીની કચેરી દ્વારા રાજ્યના વિવિધ વિભાગોના સચિવો અને વરિષ્ઠ અધિકારીઓને નવનિર્મિત મૂલ્યાંકન પોર્ટલની કાર્યપ્રણાલીથી અવગત કરાવવા માટે એક વિશેષ તાલીમ અને માર્ગદર્શન સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.


મૂલ્યાંકન વિભાગના સચિવ શ્રી આદ્રા અગ્રવાલે જણાવ્યું હતું કે, શિક્ષણ, આરોગ્ય અને કૃષિ જેવા મુખ્ય ક્ષેત્રોમાં અમલમાં મુકાયેલી રાજ્ય સરકારની મહત્વપૂર્ણ યોજનાઓ પોતાના નિર્ધારિત હેતુઓ પાર પાડી રહી છે કે કેમ, તેની ચકાસણી મૂલ્યાંકન નિયામકશ્રીની કચેરી દ્વારા કરવામાં આવે છે. આ યોજનાઓ લાભાર્થીઓના સામાજિક-આર્થિક જીવનમાં માપી શકાય તેવો સુધારો લાવી રહી છે કે નહીં, તેનું પણ સઘન મૂલ્યાંકન થાય છે. અગાઉ, વહીવટી બદલીઓ અને વિભાગીય માહિતીની લાંબી આપ-લેના કારણે મૂલ્યાંકન અભ્યાસોમાં સમય લાગતો હતો, જેના પરિણામે ભલામણોનો તાત્કાલિક અમલ કરવાની અસરકારકતા ઘટી જતી હતી. જોકે, આ નવા ડિજિટલ પોર્ટલના માધ્યમથી સરકારી યોજનાઓનું મૂલ્યાંકન હવે ઓછા સમયમાં થઈ શકશે અને કાર્યક્ષમ ભલામણો સમયસર મળી શકશે, તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.


મૂલ્યાંકન વિભાગના સચિવ શ્રી આદ્રા અગ્રવાલે નવા પોર્ટલની મુખ્ય વિશેષતાઓ અંગે માહિતી આપતા ઉમેર્યું હતું કે, આ પ્લેટફોર્મ દ્વારા વિભાગો હવે સીધા ઓનલાઈન યોજનાઓના મૂલ્યાંકન માટેની માંગણી રજૂ કરી શકશે. તેનાથી કાગળની કાર્યવાહી અને સંદેશાવ્યવહારમાં થતા વિલંબનો અંત આવશે.

આ ઉપરાંત, વિશિષ્ટ યુઝર ક્રેડેન્શિયલ્સ ધરાવતા વિભાગીય અધિકારીઓ પોર્ટલ પર એક નજરમાં પોતાના અભ્યાસની વર્તમાન સ્થિતિ—ફિલ્ડ સર્વેથી લઈને ડ્રાફ્ટ રિપોર્ટ તૈયાર થવા સુધીની તમામ વિગતો—જાણી શકશે. ફિલ્ડ સર્વેનો ડેટા સીધો ઓનલાઈન સિસ્ટમ દ્વારા સંકલિત અને પ્રસારિત થશે, જેનાથી કામગીરીમાં પારદર્શિતા, ડેટાની વિશ્વસનીયતા અને ઝડપી વિશ્લેષણ સુનિશ્ચિત થશે.


આ મૂલ્યાંકન પોર્ટલની કાર્યપ્રણાલી અંગેના તાલીમ અને માર્ગદર્શન સત્રમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોના સંયુક્ત સચિવ અને નાયબ સચિવ સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સત્ર દરમિયાન અધિકારીઓને પ્લેટફોર્મના સક્રિય ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ટેકનિકલ ટીમ દ્વારા કાર્યકારી પ્રશ્નોનું નિરાકરણ લાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)