રમતગમત ક્ષેત્રે સાવરકુંડલાના એસ.એમ.જી.કે. શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓએ ફરી એકવાર રાષ્ટ્રીય કક્ષાએ ઉત્કૃષ્ટ દેખાવ કરીને સંસ્થા અને શહેરનું ગૌરવ વધાર્યું છે. મહારાષ્ટ્રના પાલન ઘર મુકામે યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની રસ્સાખેચ (Tug of War) સ્પર્ધામાં સંકુલના બંને ખેલાડીઓ વિજેતા ટીમનો મહત્વપૂર્ણ ભાગ રહ્યા હતા.
સ્પર્ધા દરમિયાન સંકુલના ખેલાડીઓ કાદરી આમિલ બાપુ અને જીરૂકા મુનવરે શાનદાર રમત અને ઉત્તમ પ્રદર્શન થકી પોતાની ટીમને વિજય અપાવ્યો હતો. તેમના દમદાર પ્રદર્શનના સહારે ટીમે રાષ્ટ્રીય સ્તરે પ્રથમ વિજેતા બનવાનું ગૌરવ મેળવ્યું હતું. વિજેતા ટીમ અને ખેલાડીઓને ગોલ્ડ મેડલ તેમજ ટ્રોફી એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સિદ્ધિ બદલ શાળાના ટ્રસ્ટીગણ, બંને ડાયરેક્ટર શ્રીઓ, શાળાના સી.ઈ.ઓ. સર તેમજ સમગ્ર શૈક્ષણિક સ્ટાફ દ્વારા બંને ખેલાડીઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સંસ્થા પરિવારે વિદ્યાર્થીઓ ભવિષ્યમાં પણ આ જ રીતે રમતગમત અને અન્ય ક્ષેત્રોમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી.