Loading Date... Gold 24K: ₹89,003 | Silver 1kg: ₹105,010 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
અમરેલીમાં "માય ભારત" દ્વારા જિલ્લા કક્ષાની યુથ પાર્લામેન્ટ યોજાઈ

દિવાળીના તહેવારમાં ઝેરી કમળા સામે બાળકને મળ્યું નવું જીવન; લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની તબીબી ટીમની સેવા બિરદાવાઈ

દિવાળીના તહેવારમાં ઝેરી કમળા સામે બાળકને મળ્યું નવું જીવન; લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની તબીબી ટીમની સેવા બિરદાવાઈ
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

દિવાળી અને બેસતા વર્ષ જેવા આનંદના તહેવારો દરમિયાન ચલાલામાં રહેતા ઉજ્જવલભાઈ અગ્રાવતના પુત્રને ઝેરી કમળાની ગંભીર અસર થતાં પરિવારજનો ભારે ચિંતામાં મુકાયા હતા.

દિવાળી અને બેસતા વર્ષ જેવા આનંદના તહેવારો દરમિયાન ચલાલામાં રહેતા ઉજ્જવલભાઈ અગ્રાવતના પુત્રને ઝેરી કમળાની ગંભીર અસર થતાં પરિવારજનો ભારે ચિંતામાં મુકાયા હતા. કપરી પરિસ્થિતિ વચ્ચે પરિવારે બાળકને તાત્કાલિક સારવાર માટે સાવરકુંડલા સ્થિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર હોસ્પિટલના બાળકોના વિભાગમાં દાખલ કર્યો હતો.  
​બાળકની નાજુક અને ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખી હોસ્પિટલના તબીબોએ તુરંત સારવાર શરૂ કરી હતી. તબીબોની સમયસર સારવાર, યોગ્ય માર્ગદર્શન તેમજ નર્સિંગ અને મેડિકલ સ્ટાફની સતત દેખરેખના કારણે બાળકની તબિયતમાં ઝડપી સુધારો જોવા મળ્યો હતો અને તહેવારો દરમિયાન જ તે સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યો હતો.  
​બાળક સાજો થઈને ઘરે પરત ફરતા અગ્રાવત પરિવારે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો. પ્રકાશ કટારિયા સહિત તમામ ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ અને કર્મચારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. પરિવારજનોએ જણાવ્યું હતું કે દર્દીઓને કોઈ અગવડ ન પડે તે માટે ક્વોલિફાઈડ તબીબી સ્ટાફ દ્વારા મળતી સારવારથી મોટી રાહત મળી છે.  
​તહેવારના સમયમાં પણ દર્દીઓ પ્રત્યે સંવેદનશીલતા અને માનવતાપૂર્ણ અભિગમ દાખવતી હોસ્પિટલની આ સેવાકીય કામગીરીને પરિવારજનોએ બિરદાવી સમાજ સમક્ષ આભારની લાગણી વ્યક્ત કરી હતી.
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)