Loading Date... Gold 24K: ₹89,003 | Silver 1kg: ₹105,010 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
અમરેલીમાં "માય ભારત" દ્વારા જિલ્લા કક્ષાની યુથ પાર્લામેન્ટ યોજાઈ

લીલીયા તાલુકામાં રૂ. 2.45 કરોડના વિકાસકાર્યોનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરતા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા

લીલીયા તાલુકામાં રૂ. 2.45 કરોડના વિકાસકાર્યોનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરતા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસની નવી દિશા આપવાના હેતુથી અંદાજે રૂ. 2 કરોડ 45 લાખના વિવિધ વિકાસકાર્યોનું ભૂમિપૂજન અને લોકાર્પણ ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના હસ્તે કરવામાં આવ્યું હતું.

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસની નવી દિશા આપવાના હેતુથી અંદાજે રૂ. 2 કરોડ 45 લાખના વિવિધ વિકાસકાર્યોનું ભૂમિપૂજન અને લોકાર્પણ ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ વિકાસકાર્યોના પ્રારંભથી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ વધુ મજબૂત બનશે તેમજ ગ્રામજનોની લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓનું નિરાકરણ આવશે.આ પ્રસંગે લીલીયા તાલુકાના પીપળવા ગામે વર્ષો જૂની સમસ્યાના કાયમી ઉકેલ માટે અંદાજે રૂ. 1 કરોડ 70 લાખના ખર્ચે નિર્માણ પામનાર બ્રિજના કામનું ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. પીપળવા ગામના ગ્રામજનો માટે આ બ્રિજ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન ભારે વરસાદ અને પૂરનાં પાણીના કારણે ગામની કનેક્ટિવિટી ખોરવાઈ જતી હતી, જેના પરિણામે ગ્રામજનોને અવરજવર સહિતની અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. વર્ષોથી ગ્રામજનોને સતાવતી આ સમસ્યાના કાયમી ઉકેલ માટે બ્રિજનું નિર્માણ કરવામાં આવનાર છે. બ્રિજ બન્યા બાદ ચોમાસા દરમિયાન પણ ગામની અવરજવર સરળ અને સુરક્ષિત બનશે.આ ઉપરાંત સનાળીયા, અંટાળીયા અને ભેસવડી ગામે ગ્રામજનોને વહીવટી સુવિધાઓ ગામમાં જ ઉપલબ્ધ થાય અને સરકારી કામગીરી માટે અન્ય સ્થળોએ જવું ન પડે તેવા હેતુથી નિર્માણ પામેલા ગ્રામ સચિવાલયનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગ્રામ સચિવાલયની સુવિધા ઉપલબ્ધ થવાથી ગ્રામ્ય સ્તરે વહીવટી કામગીરી વધુ સરળ, સુલભ અને સુવ્યવસ્થિત બનશે.લીલીયા તાલુકાના વિવિધ ગામોમાં એકસાથે વિકાસકાર્યોનું ભૂમિપૂજન અને લોકાર્પણ થવાથી ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસને વેગ મળશે. પીપળવા ગામના બ્રિજના નિર્માણથી વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે, જ્યારે ત્રણ ગામોમાં ગ્રામ સચિવાલય શરૂ થવાથી ગ્રામજનોને સ્થાનિક સ્તરે વહીવટી સુવિધાઓનો લાભ મળશે.આમ, ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના હસ્તે રૂ. 2.45 કરોડના વિકાસકાર્યોની ભેટ મળતાં લીલીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે.આ તકે જિલ્લા પંચાયત સદસ્ય જીગ્નેશ સાવજ તાલુકા ભાજપ પ્રમુખ આનંદ ધાનાણી, જીગ્નેશ ઝિંઝુવાડીયા,ધર્મેશ દેસાઈ,,નેતા વિપક્ષ રણજીતભાઈ ખુમાણ, ભીખાભાઈ ધોરાજીયા, રમેશભાઈ પરમાર,હસમુખ પોલરા,પરેશ પહાડા,પ્રવીણ ચોપડા,જીવનભાઈ બારીયા, સુખાભાઈ જોગરાણા, જયસુખ સુરાણી,કિશોર ગરાણીયા,એડવોકેટ વિજય સોનાણી,ભાસ્કરભાઈ પટેલ,કમલેશ બાપુ અગ્રાવત, ભીખાભાઈ ધારૈયા સહિતના લોકો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.,..

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)