Loading Date... Gold 24K: ₹88,577 | Silver 1kg: ₹104,507 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 26મી નવેમ્બર, ગુરૂવારના રોજ રાજ્ય ‘સ્વાગત’ ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી નાગરિકોના પ્રશ્નો-સમસ્યાઓ-રજૂઆતો સાંભળશે..

આવતીકાલે ગુજરાત વિધાનસભા સચિવાલય ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં બંધારણ દિવસની ઉજવણી કરાશે

આવતીકાલે ગુજરાત વિધાનસભા સચિવાલય ખાતે વિધાનસભા અધ્યક્ષ  શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં બંધારણ દિવસની ઉજવણી કરાશે
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

ભારતના બંધારણ સ્વીકારની સ્મૃતિમાં તા. ૨૬ નવેમ્બરને સમગ્ર દેશમાં બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

ભારતના બંધારણ સ્વીકારની સ્મૃતિમાં તા. ૨૬ નવેમ્બરને સમગ્ર દેશમાં 'બંધારણ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાત વિધાનસભા સચિવાલય ખાતે આવતીકાલે સવારે ૧૦:૦૦ કલાકે વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવશે.


આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય બંધારણના ઘડવૈયાઓના યોગદાનનું સ્મરણ કરી બંધારણમાં નિહિત ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના મૂલ્યો તથા લોકશાહી પરંપરાઓ પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ સુદ્રઢ કરવાનો છે.


આ કાર્યક્રમનો પ્રારંભ વિધાનસભા સચિવાલયના પોડિયમ ખાતે બંધારણ પૂજનથી કરવામાં આવશે. ત્યારબાદ શાસક પક્ષના ખંડ ખાતે વિવિધ લો કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા તેમને ફાળવવામાં આવેલા વિષયો પર ચર્ચા-પરિસંવાદ કરશે.


આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, વિધાનસભા સચિવાલયના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ  અને વિવિધ લો કોલેજના વિદ્યાર્થીઓ-પ્રાધ્યાપકશ્રીઓ  ઉપસ્થિત રહેશે.


Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)