*ગ્રામ્ય વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓને મળશે નવી ગતિ, માર્ગ વ્યવસ્થા અને પ્રાથમિક સુવિધાઓ વધુ સુદૃઢ બનશે*
સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસની ગતિને વધુ વેગ આપવા તેમજ ગામડાઓમાં પાયાની માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી સીમરણ, કરજાળા અને વિજયાનગર ગામે કુલ રૂ. ૬.૭૬ કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત સાવરકુંડલા-લીલીયા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાના હસ્તે કરવામાં આવ્યું હતું.
ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા, વાહનવ્યવહાર અને અન્ય આવશ્યક સુવિધાઓનું માળખું મજબૂત બને તે માટે સરકાર દ્વારા વિવિધ વિકાસ યોજનાઓ અંતર્ગત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે સાવરકુંડલા તાલુકાનાં ત્રણ ગામોમાં અંદાજે રૂ. ૬.૭૬ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવતા સ્થાનિક ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી.
સુવિધા પથ યોજના અંતર્ગત સીમરણ ગામે સીમરણ એપ્રોચ રોડના નિર્માણ માટે રૂ. ૧ કરોડના ખર્ચે થનારા સી.સી. રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ માર્ગનું નિર્માણ થતાં ગામમાં અવરજવરની સુવિધા વધુ સરળ અને સુગમ બનશે. ખાસ કરીને ગ્રામજનો, ખેડૂતો તેમજ વાહનચાલકોને રોજિંદી અવરજવરમાં સુવિધા મળશે.
કરજાળા ગામે પણ સુવિધા પથ યોજના અંતર્ગત કરજાળા એપ્રોચ રોડના નિર્માણ માટે રૂ. ૬૦ લાખના ખર્ચે થનારા સી.સી. રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ માર્ગના નિર્માણથી ગામને જોડતા માર્ગની સુવિધામાં વધારો થશે તેમજ ગ્રામજનોને આવન-જાવનમાં પડતી મુશ્કેલીઓમાં રાહત મળશે.
વિજયાનગર ગામે કુલ રૂ. ૫.૧૬ કરોડના ખર્ચે થનારા વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં ગામના માર્ગો અને અન્ય પાયાની સુવિધાઓને ધ્યાનમાં રાખીને નીચે મુજબનાં કામોનો સમાવેશ થાય છે વિજયાનગર-સાવરકુંડલા રોડ:* રૂ. ૩ કરોડના ખર્ચે રીસરફેસિંગ, સી.સી. રોડ તથા નાળાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ માર્ગના નવીનીકરણથી વાહનવ્યવહાર વધુ સુગમ બનશે અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોને પણ તેનો લાભ મળશે.*સાંગાબાપા ગૌશાળા પાસે માઇનોર બ્રિજ અને સી.સી. રોડ:* રૂ. ૨ કરોડના ખર્ચે માઇનોર બ્રિજ તથા સી.સી. રોડના નિર્માણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કામગીરીથી સ્થાનિક વિસ્તારમાં માર્ગ જોડાણ અને અવરજવરની સુવિધામાં સુધારો થશે.*આંગણવાડીનું નિર્માણ:* રૂ. ૧૬ લાખના ખર્ચે વિજયાનગર ગામમાં આંગણવાડીના નિર્માણકાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સુવિધા ગામના ભૂલકાંઓના પ્રારંભિક શિક્ષણ, પોષણ અને સર્વાંગી વિકાસ માટે ઉપયોગી બનશે.
આમ, સીમરણ ગામે રૂ. ૧ કરોડ, કરજાળા ગામે રૂ. ૬૦ લાખ અને વિજયાનગર ગામે રૂ. ૫.૧૬ કરોડ મળી કુલ રૂ. ૬.૭૬ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ વિકાસકાર્યો પૂર્ણ થયા બાદ ત્રણેય ગામોમાં માર્ગ વ્યવસ્થા, વાહનવ્યવહાર, સ્થાનિક જોડાણ અને પાયાની સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો થશે.
ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા દ્વારા સાવરકુંડલા-લીલીયા મતવિસ્તારના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસલક્ષી કામોને પ્રાધાન્ય આપી વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના પ્રયાસો અંતર્ગત આ વિકાસકાર્યોને પ્રારંભ કરવામાં આવ્યો છે.
ગ્રામ્ય વિસ્તારોનો સર્વાંગી વિકાસ, નાગરિકોને પાયાની સુવિધાઓની ઉપલબ્ધિ અને ગામડાઓને વિકાસની મુખ્યધારા સાથે જોડવાના ઉદ્દેશ્ય સાથે હાથ ધરાયેલા આ વિકાસકાર્યો સાવરકુંડલા તાલુકાના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
આ ખાતમુહૂર્ત કાર્યક્રમમા શ્રી દક્ષાબેન ચોડવડીયા, પ્રમુખ જીલ્લા પંચાયત અમરેલી, શ્રી રજનીભાઈ ડોબરીયા પ્રમુખ તાલુકા ભાજપ સાવરકુંડલા,શ્રી મુકેશભાઈ આદ્રોજા, સદસ્ય પ્રતિનિધિ અમરેલી જીલ્લા પંચાયત,શ્રી જીવનભાઇ વેકરિયા પૂર્વ પ્રમુખ તાલુકા ભાજપ તેમજ સરપંચશ્રીઓ, સંગઠન હોદ્દેદારશ્રીઓ, ગામના આગેવાનો ઉપસ્થિત રહા
ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના હસ્તે વિવિધ સી.સી. રોડ, માઇનોર બ્રિજ, નાળા અને આંગણવાડીના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામા આવ્યુ
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો)
AEO Verified
*ગ્રામ્ય વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓને મળશે નવી ગતિ, માર્ગ વ્યવસ્થા અને પ્રાથમિક સુવિધાઓ વધુ સુદૃઢ બનશે*સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસની ગતિને વધુ વેગ આપવા તેમજ ગામડાઓમાં પાયાની માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી સીમરણ, કરજાળા અને વિજયાનગર ગામે કુલ રૂ.
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story: