Loading Date... Gold 24K: ₹88,542 | Silver 1kg: ₹104,466 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
દામનગર મા પરમાર્થ ટ્રસ્ટ સુરત સંચાલિત નિઃશુલ્ક કન્યા છાત્રાલય પધારતા સુરત ના મેયર માયાબેન માવાણી નો ઉષ્મા ભર્યું સત્કાર કરતી દીકરી ઓ

“વ્યોમ હો પૃથ્વી દંપત્તિ હો સુમંગલમ” પૂજ્ય દયારામબાપુ પ્રેરિત 28મો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે સંપન્ન

“વ્યોમ હો પૃથ્વી દંપત્તિ હો સુમંગલમ” પૂજ્ય દયારામબાપુ પ્રેરિત 28મો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે સંપન્ન
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

દામનગર : બ્રહ્મલીન ગુરુમુખી સંત પૂજ્ય દયારામબાપુની પ્રેરણા અને વર્તમાન મહંત પૂજ્ય શ્રી સીતારામબાપુના સાનિધ્યમાં 28મો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ ભવ્યતા અને આધ્યાત્મિક માહોલ વચ્ચે સંપન્ન થયો હતો.

દામનગર : બ્રહ્મલીન ગુરુમુખી સંત પૂજ્ય દયારામબાપુની પ્રેરણા અને વર્તમાન મહંત પૂજ્ય શ્રી સીતારામબાપુના સાનિધ્યમાં 28મો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ ભવ્યતા અને આધ્યાત્મિક માહોલ વચ્ચે સંપન્ન થયો હતો. આ પ્રસંગે 11 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડીને નવજીવનના પંથે પ્રયાણ કર્યું હતું.

લગ્ન એ માત્ર બે વ્યક્તિઓનું મિલન નથી, પરંતુ અખંડ પુરુષાર્થ, અખંડ બલિદાન અને અખંડ સર્વાંગી વિકાસની પવિત્ર સાધના છે. લગ્નજીવનમાં સપ્તપદી એટલે સાત પ્રકારની દીક્ષા. સત્ય, પ્રેમ, કરુણા, સમર્પણ, ત્યાગ અને સમજણ જેવા જીવનમૂલ્યોનું આચરણ દાંપત્યજીવનને સુખમય અને મંગલમય બનાવે છે.આ પ્રસંગે ઉપસ્થિત વરિષ્ઠ સંતોએ નવદંપતીઓને આદર્શ દાંપત્યજીવન જીવવાની પ્રેરણાદાયી શીખ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે પરસ્પર વિશ્વાસ, પ્રેમ, સમજણ અને સમર્પણથી જ સહજીવનની સાચી સાર્થકતા સિદ્ધ થાય છે. લગ્નસંસ્કાર એ માત્ર સામાજિક બંધન નહીં, પરંતુ જીવનવિકાસનું પવિત્ર કેન્દ્ર છે.પૂજ્ય દયારામબાપુ સેવક સમુદાય દ્વારા સમગ્ર આયોજનમાં ઉત્તમ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. હજારો સ્વયંસેવકોએ શિસ્તબદ્ધ રીતે સેવા આપીને સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. અનેક ઉદારદિલ દાતાશ્રીઓ અને દાતા પરિવારોના ઉદાર સહયોગની ઉપસ્થિત પૂજ્ય સંતોએ હૃદયપૂર્વક સરાહના કરી હતી.વિશાળ સંતસમુદાય, દાતાશ્રીઓ, સેવકો અને સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયેલો આ સમૂહ લગ્નોત્સવ સામાજિક સમરસતા, માનવસેવા અને સર્વધર્મ-સર્વજ્ઞાતિ એકતાનું ઉત્તમ ઉદાહરણ બન્યો હતો.આમ, પૂજ્ય સંતોના આશીર્વાદ, સેવક સમુદાયની નિષ્ઠા અને દાતાઓના સહયોગથી 28મો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ ભવ્ય સફળતા સાથે સંપન્ન થયો હતો. નવદંપતીઓનું જીવન સત્ય, પ્રેમ, કરુણા અને સમર્પણથી મંગલમય બને તેવી મંગલકામનાઓ સાથે સમગ્ર વાતાવરણ આશીર્વાદમય બની રહ્યું હતું.દરેક નવ દપતી ને ભવ્ય કરિયાવર આપી પોતા ની વ્હાલ સોય દીકરી સમાંતર ભેટ સોગાદ આપી વિદાય આપતા દાતા પરિજનો એ સહ પરિવાર હાજરી આપી પોતા ના પ્રસંગ જેમ ભવ્ય અને દિવ્ય સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજ્યો હતો 

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)