Loading Date... Gold 24K: ₹88,542 | Silver 1kg: ₹104,466 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
માતૃભાષા એ આપણાં અસ્તિત્વની ત્વચા છે : ભાગ્યેશ જહા ભાવનગર શિશુવિહારમાં યોજાયો બુધસભાનો સાહિત્ય સન્માન સમારોહ; પાંચ સાહિત્યકારોનું સન્માન કરાયૌન કરાયુ

દામનગરના 111 પ્લોટ વિસ્તારમાં ભગવાન શ્રી શાલીભદ્ર-શ્રી વૃંદાજીના દિવ્ય લગ્નોત્સવનું ભવ્ય આયોજન

દામનગરના 111 પ્લોટ વિસ્તારમાં ભગવાન શ્રી શાલીભદ્ર-શ્રી વૃંદાજીના દિવ્ય લગ્નોત્સવનું ભવ્ય આયોજન
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

દામનગર: શહેરના 111 પ્લોટ વિસ્તારમાં નવદુર્ગા યુવક મંડળ દ્વારા ભગવાન શ્રી શાલીભદ્ર અને શ્રી વૃંદાજીના દિવ્ય લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ ધાર્મિક પ્રસંગે અઢારેય આલમની ઉપસ્થિતિ વચ્ચે સામાજિક સમરસતા અને ભાઈચારાનાં સુંદર દર્શન થયાં હતાં.

દામનગર: શહેરના 111 પ્લોટ વિસ્તારમાં નવદુર્ગા યુવક મંડળ દ્વારા ભગવાન શ્રી શાલીભદ્ર અને શ્રી વૃંદાજીના દિવ્ય લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ ધાર્મિક પ્રસંગે અઢારેય આલમની ઉપસ્થિતિ વચ્ચે સામાજિક સમરસતા અને ભાઈચારાનાં સુંદર દર્શન થયાં હતાં. ભગવાનની જાનનું ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું. વૈદિક મંત્રોચ્ચારની પવિત્ર ધ્વનિ વચ્ચે સપ્તપદીના મંગલ ફેરા યોજાયા હતા. લગ્નગીતો અને ફટાણાંના સૂરથી સમગ્ર વાતાવરણ ભક્તિમય અને ઉત્સવમય બની ગયું હતું.ભગવાન શ્રી શાલીભદ્ર અને શ્રી વૃંદાજીના આ દિવ્ય પરિણય મહોત્સવના સાક્ષી બનવા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.નવદુર્ગા યુવક મંડળ દ્વારા આયોજિત આ ભવ્ય લગ્નોત્સવે ધાર્મિક આસ્થા સાથે સામાજિક એકતા અને સંસ્કૃતિની સુંદર ઝલક રજૂ કરી હતી. સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયો હતો.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)