દામનગરના દહીંથરા સ્થિત શ્રી અલખઘણી ગૌસેવા ગોવિદ ભગત ટ્રસ્ટ સંચાલિત ભગવાન શ્રી મહાવીર સ્વામી જૈન પાંજરાપોળની સુરતનાં મેયર શ્રીમતી માયાબેન માવાણીએ મુલાકાત લીધી હતી.આ પ્રસંગે પાંજરાપોળમાં આશ્રય લઈ રહેલા હજારો અબોલ જીવોની સેવા, સારવાર અને લાલન-પાલનની સુંદર વ્યવસ્થા નિહાળીને મેયરશ્રીએ હર્ષ અને સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.ગૌશાળા પરિસરમાં આવેલી અદ્યતન પશુ હોસ્પિટલ, ગોડાઉન, વિવિધ વોર્ડ તેમજ સ્વચ્છતા અને સુવ્યવસ્થિત સંચાલન જોઈને તેઓ ખૂબ જ અભિભૂત થયાં હતાં.સંસ્થાના આગેવાનો રમેશભાઈ વાવિયા, સૂરજભાઈ મિયાણી સહિતના આગેવાનો અને સ્વયંસેવકોએ મેયરશ્રીને સંસ્થાની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ, પશુઓની સારવાર અને સંચાલન અંગે વિસ્તૃત માહિતી આપી હતી. સંસ્થાની સેવાભાવી કામગીરી અને અબોલ જીવો પ્રત્યેની કરુણાભાવનાથી પ્રેરાઈને મેયરશ્રીએ સંસ્થાના સંચાલકોની કામગીરીને બિરદાવી હતી.ખાસ કરીને અતિ ગંભીર બીમારીથી પીડાતા પશુઓની સંવેદનાપૂર્વક મુલાકાત લઈને તેમણે જીવદયા અને કરુણાની ભાવના વ્યક્ત કરી હતી.આ પ્રસંગે મેયર શ્રીમતી માયાબેન માવાણીએ સુંદર સંદેશ આપતાં જણાવ્યું હતું કે:"કલાકોના કલાકો પ્રભુ પ્રાર્થના કરતા અબોલ જીવો પ્રત્યે કરુણાભાવથી કરવામાં આવતી સેવા ઈશ્વરના દરબારમાં તુરંત સ્વીકારાય છે."આમ, જીવદયા, કરુણા અને નિઃસ્વાર્થ સેવાના ઉત્તમ ઉદાહરણ સમાન આ પાંજરાપોળની મુલાકાત મેયરશ્રી માટે યાદગાર બની રહી હતી.
સુરતના મેયર માયાબેન માવાણીની દહીંથરા શ્રી અલખઘણી ગૌસેવા ગોવિદ ભગત ટ્રસ્ટ સંચાલિત ભગવાન શ્રી મહાવીર સ્વામી જૈન પાંજરાપોળની મુલાકાત
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો)
AEO Verified
દામનગરના દહીંથરા સ્થિત શ્રી અલખઘણી ગૌસેવા ગોવિદ ભગત ટ્રસ્ટ સંચાલિત ભગવાન શ્રી મહાવીર સ્વામી જૈન પાંજરાપોળની સુરતનાં મેયર શ્રીમતી માયાબેન માવાણીએ મુલાકાત લીધી હતી.આ પ્રસંગે પાંજરાપોળમાં આશ્રય લઈ રહેલા હજારો અબોલ જીવોની સેવા, સારવાર અને લાલન-પાલનની સુંદર વ્યવસ્થા નિહાળીને મેયર...
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story: