Loading Date... Gold 24K: ₹89,138 | Silver 1kg: ₹105,168 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
દિવાળીના તહેવારોમાં ગુજરાતના પ્રવાસન સ્થળો અને પવિત્ર યાત્રાધામો પર પ્રવાસીઓનો ઐતિહાસિક ફૂટફોલ: ૮ મુખ્ય સ્થળોએ ૩૮ લાખથી વધુ મુલાકાતીઓ

શુક્રવારે જીવનનગર સમિતિ ઉપક્રમે મહાદેવધામમાં ભાવપૂર્વ તુલશી વિવાહ ઉજવાશે. શુક્રવારે રાજકોટ જીવનનગરમાં તુલશી વિવાહ ધામધૂમથી ઉજવાશે.

શુક્રવારે જીવનનગર સમિતિ ઉપક્રમે મહાદેવધામમાં ભાવપૂર્વ તુલશી વિવાહ ઉજવાશે. શુક્રવારે રાજકોટ જીવનનગરમાં તુલશી વિવાહ ધામધૂમથી ઉજવાશે.
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

તા. ૧૯ મી ગુરૂવારે સાંજે મંડપારોપણ અને સાંજીના ગીતોનું આયોજન.ભેટ-સોગાદો, ચીજવસ્તુ, શ્રૃંગાર જરૂરિયાતમંદને અપાશે.ઠાકોરજીના લગ્ન સમારોહ માટે જબરો ઉત્સાહ.

તા. ૧૯ મી ગુરૂવારે સાંજે મંડપારોપણ અને સાંજીના ગીતોનું આયોજન.

ભેટ-સોગાદો, ચીજવસ્તુ, શ્રૃંગાર જરૂરિયાતમંદને અપાશે.

ઠાકોરજીના લગ્ન સમારોહ માટે જબરો ઉત્સાહ. ભા.જ.૫. ના પદાધિકારીઓ હાજરી આપશે.

અમદાવાદ : જીવનનગર વિકાસ સમિતિ, રામેશ્વર મહાદેવ મંદિર, મહાદેવધામ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહિલા સત્સંગ મંડળના સંયુક્ત ઉપક્રમે મંગળવાર તા. ૨૦ મી નવેમ્બર શુક્રવારે મહાદેવધામમાં સાંજે ૫ કલાકે ઠાકોરજીના લગ્ન સમારોહ ધામધૂમથી ઉજવાશે. લગ્નમાં આવેલી ભેટ-સોગાદો, શ્રૃંગાર, ચીજ-વસ્તુ, પ્રતિ વર્ષની જેમ જરૂરિયાતમંદ પરિવારોને આપવામાં આવશે. ઠાકોરજીના લગ્નવિધિ, તુલસી વૃંદાના પક્ષે શ્રધ્ધાળુ પરિવારે જવાબદારી લીધી છે.

તુલશી વિવાહમાં અંજલિબેન રૂપાણી, ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ, ડે. મેયર શ્રીમતિ દક્ષાબેન વસાણી, શહેર ભાજપ પુર્વ ઉપપ્રમુખ પરેશભાઈ હુંબલ, નગરસેવકો જયોત્સનાબેન ટીલાળા, નીતાબેન લાલ, અશ્વિનભાઈ ભોરણીયા, ઘનશ્યામભાઈ હેરભા વોર્ડના પ્રભારી ધ્યેયભાઈ દોશી, પ્રમુખ જયેશભાઈ ચોવટીયા, ઉપપ્રમુખ મેહુલભાઈ નથવાણી, મનિષભાઈ દેડકીયા સહિત ભાજપના હોદ્દેદારો હાજરી આપવાના છે.

મહિલા મંડળના સુનિતાબેન વ્યાસ અને વિનોદરાય ભટ્ટ વ્યવસ્થાની જવાબદારીમાં હોય જીવનનગર, જ્ઞાનજીવન, દેશળદેવ પરા, અમી પાર્ક, તિરૂપતિનગર, બ્રહ્મસમાજ, શિવપરા, રાવલનગર, આસપાસના રહીશો તુલશી વિવાહમાં ભાગ લેવાના છે. ઠાકોરજીના લગ્ન હોય રહીશોએ પોતાનું યોગદાન જાહેરાત કરતાં સમીયાણો ઉભો કરવામાં આવ્યો છે. ભગવાનના લગ્ન સમારોહમાં વર-કન્યા પક્ષે પોપટ પરિવાર અને વ્યાસ પરિવાર પુજામાં બેસવાના છે.

સમિતિના વિનોદરાય ભટ્ટ તથા સુનિતાબેન વ્યાસએ જણાવ્યું કે ગુરૂવાર સાંજે ૫ કલાકે મંદિરના પટાંગણમાં મંડપારોપણ અને સાંજીના ગીતોનું આયોજન ઉપરાંત શુક્રવારે સાંજે ૪ કલાકે ઠાકોરજીનું સામૈયું યજમાનના ઘરેથી નીકળશે. માર્ગો ઉપર પુષ્પવૃષ્ટિ સાથે લગ્નમંડપમાં કન્યા પક્ષ પરિવાર જાનૈયાઓનું સ્વાગત કરશે. તુલશી વિવાહ સમારોહ જીવનનગર શેરી નં. ૪, બ્રહ્મસમાજ સામે, રૈયા રોડ, મહાદેવધામમાં સાંજે ૫ થી રાત્રીના ૭ સુધી ધાર્મિક કાર્યક્રમો ગોઠવવામાં આવ્યા છે. મહિલા મંડળે તમામ તૈયારી પુરી કરી લીધી છે.

મહિલા મંડળના ભારતીબેન રાવલ, શોભનાબેન ભાણવડિયા, કિર્તીબેન કગથરા, યોગીતાબેન જોબનપુત્રા, ભારતીબેન ગંગદેવ, આશાબેન મજેઠીયા, સુનિતાબેન વ્યાસ, હર્ષાબેન પંડયા, ભક્તિબેન ખખ્ખર, રહીશોએ લગ્ન સમારોહની જવાબદારી લીધી છે. સમિતિના પ્રમુખ અને એડવોકેટ જયંતભાઈ પંડયાની રાહબર નીચે તમામ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

અંતમાં શુક્રવાર સાંજે ૪ કલાકે મહાદેવધામમાં ધર્મપ્રેમી જનતાને હાજરી આપવા વ્યવસ્થાપક સુનિતાબેન વ્યાસે અનુરોધ કર્યો છે તેમ યાદીમાં જણાવાયું છે.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)