ભાવનગર યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોને રોજગારીની તક પૂરી
પાડવાના હેતુથી તા. ૨૦ નવેમ્બર, ૨૦૨૬ના રોજ જિલ્લા રોજગાર કચેરી, બહુમાળી ભવન ખાતે સવારે ૧૦:૩૦
કલાકે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતી મેળામાં ખાનગી ક્ષેત્રનાં અંદાજિત પાંચ એકમો દ્વારા સુપરવાઈઝર, એન્જિનિયર, માર્કેટિંગ એક્ઝિક્યુટિવ,
મેનેજર, બેંક ઓફિસ આસિસ્ટન્ટ, જુનિયર એન્જિનિયર, પ્રોડક્શન સુપરવાઈઝર, ક્વોલિટી કંટ્રોલર, ફેકલ્ટી તથા
ક્યુ.સી. કેમીસ્ટ સહિતના વિવિધ હોદ્દાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
આ જગ્યાઓ માટે બી.ઈ. મિકેનિકલ, બી.ઈ. પ્રોડક્શન, એમ.કોમ., એમ.એ., એમ.એસ.ડબલ્યુ., એમ.બી.એ.,
એમ.સી.એ., એમ.એસ.સી.-આઈ.ટી., એમ.એસ.સી.-કેમિસ્ટ્રી, બી.એસ.સી.-કેમિસ્ટ્રી તથા ડિપ્લોમા મિકેનિકલ જેવી
શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે.
ઇચ્છુક ઉમેદવારોએ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, એફ-૪/૬, એનેક્સી બિલ્ડિંગ, બહુમાળી ભવન ખાતે ચાર
બાયોડેટા (રિઝ્યૂમે)ની નકલો સાથે સ્વખર્ચે રૂબરૂ મુલાકાત અને ઇન્ટરવ્યૂ માટે ઉપસ્થિત રહેવાનુ રહેશે તેમ
યુનિવર્સિટી રોજગાર કેન્દ્રના નાયબ વડાની અખબારી યાદીમાં જણાવ્યું છે.