Loading Date... Gold 24K: ₹90,192 | Silver 1kg: ₹106,413 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
સરકારી કામકાજમાં દોષરહિત, પારદર્શિતા, નિયમોનું પાલન અને ઉત્તરદાઈત્વ સુનિશ્ચિત કરીને સરકારી ખરીદીની પ્રક્રિયાઓને વધુ અસરકારક બનાવવા માટે વિવિધ વિષયો પર સત્ર યોજાયા

વીજપડી ગામે પૂર્વ સરપંચ યાકુબભાઈ રસભર્યા અને સરપંચ સ્વ. આસુબેન ખોખરના વિકાસ કાર્યોની પ્રશંસા: પૂર્વ સભ્ય સંજય વાઘેલાનું નિવેદન

વીજપડી ગામે પૂર્વ સરપંચ યાકુબભાઈ રસભર્યા અને સરપંચ સ્વ. આસુબેન ખોખરના વિકાસ કાર્યોની પ્રશંસા: પૂર્વ સભ્ય સંજય વાઘેલાનું નિવેદન
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

સાવરકુંડલા તાલુકાના વીજપડી  ગામે ભૂતકાળમાં થયેલા વિકાસ કાર્યો અને સામાજિક સમરસતાને લઈને પૂર્વ સભ્ય સંજય વાઘેલા દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે.

સાવરકુંડલા તાલુકાના વીજપડી  ગામે ભૂતકાળમાં થયેલા વિકાસ કાર્યો અને સામાજિક સમરસતાને લઈને પૂર્વ સભ્ય સંજય વાઘેલા દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે. તેમણે વીજપડી ગામના પૂર્વ સરપંચ યાકુબભાઈ  રસભર્યા અને પૂર્વ સરપંચ સ્વ. આસુબેન ખોખરના સત્તાકાળ દરમિયાન થયેલા લોકપયોગી કાર્યોની પ્રશંસા કરી છે.  
​સંજય વાઘેલાએ જણાવ્યું હતું કે, પૂર્વ સરપંચ યાકુબભાઈ રસભર્યાના સત્તાકાળ દરમિયાન કોળી સમાજ માટે ૩૦x૩૦ ના પ્લોટ સાથેના મકાનો મંજૂર થયા હતા, જેવી નોંધપાત્ર કામગીરી અગાઉના સમયમાં કોઈ સરપંચ કરી શકી ન હતી. કુલ ૧૩૧ મકાનોમાંથી યાકુબભાઈ રસભર્યાના હસ્તક ૨૦૦૭-૨૦૧૨ દરમિયાન બનેલ મકાનોમાંથી એક પણ મકાનનો સ્લેબ કે અન્ય બાંધકામ નબળું પડ્યું નથી કે કોઈ ફરિયાદ પણ ઉભી થઈ નથી.  
​વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, પૂર્વ સરપંચ યાકુબભાઈ રસભર્યાના સમયમાં સ્મશાન માટે જમીન પસંદગીની કાર્યવાહી થઈ હતી, જે જગ્યા ઉપર સ્વ. આસુબેન ખોખર સરપંચ બન્યા ત્યારે લાખો રૂપિયાના ખર્ચે વિકાસ કાર્યો કરવામાં આવ્યા હતા. પંચાયતની ચૂંટણીમાં કોળી સમાજના બે ઉમેદવારો લડતા હતા, ત્યારે સ્વ. આસુબેન ખોખરની પેનલે ચાર ઉમેદવારો ઉભા રાખી સૌથી વધુ મતોથી વિજય મેળવ્યો હતો.  
​કોળી સમાજના - રુદ્રગણના યુવક અગ્રણી મુકેશ રાઠોડને વીજપડીના ઇતિહાસમાં પ્રથમ વખત ઉપસરપંચ બનાવવામાં આવ્યા છે, જેને લઈને હાલના સમયે મોટી નોંધ લેવાઈ રહી છે. આ હકીકત હાલમાં એક ડઝન યુવાનોને તાલીમ આપીને સેંકડો યુવાનો માટે પ્રેરણારૂપ બની છે અને આ અગ્રેસર નોંધ સૌ કોઈ લઈ રહ્યા છે.
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Related Stories
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)