ભાવનગર રેન્જ આઇ.જી શ્રી આર.વી.અસારી સાહેબ,ભાવનગર વિભાગ,ભાવનગર નાઓએ ભાવનગર રેન્જનાં જિલ્લાઓમાં રજી. થયેલ
અનડીટેકટ ગુનાઓ ડીટેકટ કરવાં સુચના આપેલ હોય, જે અનુસંધાને અમરેલી પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત, સાહેબ નાઓએ અમરેલી
જિલ્લામાં બનવાં પામેલ મિલ્કત સંબધી ગુનાના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવાં સુચના અને માર્ગદર્શન આપવામાં
આવેલ.
ગઇ તા.૩૦/૧૦/૨૦૨૬ ના રાત્રીના આશરે કલાક ૨૩/૦૦ વાગ્યાથી તા.૩૧/૧૦/૨૦૨૬ના વહેલી સવારના કલાક ૦૪/૦૦ વાગ્યા
દરમિયાન ફરીયાદીનો ઓપો કંપનીનો K14 5G+ 128 GB આઇસ બ્લુ મોડલનો મોબાઇલ ફોન જેના IMEI નં.860399080330017
કિ.રૂ.૧૯,૯૯૯/ વાળો મોબાઇલ ફોન ચાર્જીંગમાં રાખેલ હોય તે કોઇ અજાણ્યો વ્યકિત ચોરી કરી લઈ જઇ ગુન્હો કરેલ હોય જે બાબતે ફરી.શ્રીએ
અજાણ્યા ચોર ઇસમ વિરૂધ્ધ ફરીયાદ આપતા રાજુલા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૬૦૮૦૦/૨૦૨૬ બી.એન.એસ કલમ
૩૦૩(૨) મુજબનો ગુનો રજિસ્ટર થયેલ હતો
જે અનુસંધાને રાજુલા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી નયના ગોરડીયા સાહેબના માર્ગદર્શન હેઠળ રાજુલા પો.સ્ટે.ના
પો.ઇન્સ શ્રી વી.એમ.કોલાદરા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ મોબાઇલ ચોરીના ગુનાને અંજામ આપી નાસી ગયેલ આરોપીની ખાનગી
બાતમીદારો મારફતે આરોપી અંગે ચોકકસ બાતમી મેળવી ઉપરોકત મોબાઇલ ચોરીના ગુનાને અંજામ આપનાર આરોપીને પકડી પાડી ફરીયાદીનો ચોરી
થયેલ મોબાઇલ તેઓને પરત મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવાં રાજુલા પો.સ્ટે.ના પોલીસ સ્ટાફ દ્રારા અજાણ્યા આરોપી અંગે સઘન તપાસ હાથ
ધરવામાં આવેલ અને પેટ્રોલીંગ દરમ્યાન બાતમી તેમજ ટેકનીકલ સોર્સ આધારે રાજુલા ટાઉન વિસ્તારમાંથી એક શંકાસ્પદ ઇસમને પકડી પાડી, મજકુર
ઇસમની સઘન પુછપુરછ કરતાં મજકુર ઇસમે મોબાઇલ ચોરી કરેલ હોવાની કબુલાત આપતા આરોપી વિરૂધ્ધ કાયદેસરની
કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીની વિગત-
અનિરૂધ્ધભાઇ નારસંગભાઇ ભંડારી ઉ.વ.૩૯ ધંધો.વેપાર રહે.રાજુલા કોહીનુર હોટલ પાસે તા.રાજુલા મુળ ગામ થોરાળી તા.સિહોર જિ.ભાવનગર
કબ્જે કરેલ મુદામાલની વિગત-
ઓપો કંપનીનો K14 5G+ 128 GB આઇસ બ્લુ મોડલનો મોબાઇલ ફોન કિ.રૂ.૧૯,૯૯૯/-
કામગીરી કરનાર અધિ.શ્રી/કર્મચારીઓ-
આ કામગીરી રાજુલા પો.સ્ટેના પો.ઇન્સ શ્રી વી.એમ.કોલાદરા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ રાજુલા પોલીસ સ્ટેશનના
ટાઉન બીટ એ.એસ.આઇ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા હેઙ.કોન્સ સુરજભાઇ સોમાતભાઇ બાંભણીયા તથા હેઙ.કોન્સ
પ્રકાશભાઇ શામજીભાઇ બાબરીયા તથા હેઙ.કોન્સ ઘનશ્યામભાઇ હસમુખભાઇ મહેતા તથા પો.કોન્સ અમીતભાઇ તુળસીભાઇ મકવાણા તથા પો.કોન્સ
શંભુભાઇ લાભુભાઇ વાઘેલા દ્રારા કરવામાં આવેલ છે.