અમદાવાદનો વંદિત પટેલ વિદેશથી ડ્રગ્સ મંગાવી તેને ૧૦ કરોડમાં વેચ્યું હતું

વેદાંતે અમેરિકા, કેનેડાથી કોકેઈન, એમડી, એમએ જેવા અત્યંત મોંઘા ડ્રગ્સ પણ ૨ કિલો જેટલી માત્રામાં મગાવીને વેચી દીધા હોવાનું કબૂલ્યું હતું વંદિતે વિદેશમાંથી મગાવેલા ડ્રગ્સના ૨૭ પાર્સલ કાર્ગોમાં આવીને પડ્યા હોવાનું વંદિતે પોલીસને જણાવ્યું હતું, જેના આધારે જિલ્લા પોલીસે કાર્ગોના અધિકારીઓને લેખિત જાણ કરી તે પાર્સલો કબજે કરવા તજવીજ શરૂ કરી છે. આ પાર્સલો તપાસ માટે એફએસએલમાં મોકલવામાં આવશે. વંદિત વિદેશમાં રહેતા ડ્રગ ડીલરોને બીટકોઇન, લાઇટ કોઇન, ઈથરિયમ જેવી જુદી જુદી ક્રિપ્ટો કરન્સીમાં પેમેન્ટ ચૂકવતો હતો, જેમાંથી તેણે અત્યાર સુધીમાં ૪ કરોડનું પેમેન્ટ ચૂકવ્યંુ હોવાના પુરાવા મળ્યા છે. જ્યારે એક ડ્રગ ડીલરને ક્રિપ્ટો કરન્સીમાં પૈસા ચૂકવ્યા હતા. વંદિતે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તે ડ્રગ્સની ડિલિવરી તેના ઘરે કે કોઇ પરિચિતના ત્યાં મગાવતો ન હતો, પરંતુ ગુજરાત અને રાજસ્થાનમાં લાંબા સમયથી બંધ રહેલા ૫૦ મકાન તેણે ટાર્ગેટ કર્યાં હતાં. તે ૫૦ મકાનના સરનામા પર જ તે ડ્રગ્સની ડિલિવરી મગાવતો હતો.બોપલના ડ્રગ્સ કેસના મુખ્ય આરોપી વંદિત પટેલે અમેરિકા અને કેનેડાના ડ્રગ ડિલરો પાસેથી ૨ વર્ષમાં ૩૦૦ કન્સાઇનમેન્ટથી ૧૦૦ કિલો ડ્રગ્સ મગાવીને ૧૦ કરોડમાં વેચ્યંુ હોવાની કબૂલાત કરી હતી. અત્યાર સુધીમાં પકડાયેલા વંદિત પટેલ, પાર્થ શર્મા, વિપલ ગોસ્વામી અને જીલ પરાતૈ પૈકી વંદિતે ૨૦૧૭ થી ૨૦૧૮માં સિંગાપુરમાં હોસ્પિટાલિટી એન્ડ ટૂરિઝમ મેનેજમેન્ટનો કોર્સ કર્યો હતો. જ્યારે વિપલે ૨૦૧૪થી ૨૦૧૬ સુધીમાં લંડનમાં રહીને એમબીએ કર્યું હતું. આથી વંદિત અને વિપલ કાર્ડ વેબ અને ઇન્ટરનેટ દ્વારા અમેરિકા, કેનેડા, લંડન અને ચીનથી વિદેશી મિત્રો મારફતે ડ્રગ્સ અમદાવાદ મગાવતા હતા. અમદાવાદ જિલ્લા ડીએસપી વીરેન્દ્રસિંહ યાદવે જણાવ્યું હતંુ કે, વેદાંત વિદેશથી એર કાર્ગો મારફતે હાઈબ્રિડ ગાંજાે, અમેરિકન ચરસ, શેટર, મેજિક મશરુમ સહિતના નશીલા પદાર્થ મગાવી યુવાનોને વેચતો હતો. જ્યારે પકડાયેલા આરોપીઓના લેપટોપ, મોબાઇલ કબજે કરાયાં છે, જેની તપાસમાં બીજા ઘણા ઘટસ્ફોટ થવાની શક્યતા પોલીસે નકારી નથી. વિદેશમાં રહીને વૈભવી જીવનશૈલી જીવવા માટે ટેવાયેલા વંદિત અને વિપલ અમદાવાદમાં પણ વૈભવી મકાનમાં રહીને, મોંઘાં કપડાં, મોંઘી કારમાં ફરતા હતા તેમ જ તેમણે ડ્રગ્સના પૈસામાંથી કેટલાક પૈસા ફ્લેટ, સોના અને કાર ખરીદવા માટે વાપર્યા હોવાનું પણ કબૂલ્યું હતું. જ્યારે વંદિત ડ્રગ્સ વિદેશમાંથી તેમ જ મુંબઈ અને હિમાચલ પ્રદેશમાંથી પણ મગાવતો હતો. ઉપરાંત વંદિત મુંબઈ અને દિલ્હીમાં મોંઘી હોટેલો અને પબમાં ડ્રગ્સ પાર્ટીનું આયોજન કરતો હતો.
Recent Comments