fbpx
અમરેલી

અમરેલી જિલ્લા ભાજપ યુવા મોરચા દ્રારા ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાનાં મહામંત્રી નરેશભાઈ દેસાઈ, જિલ્લા યુવા ભાજપ પ્રભારી ચંદ્રજીતભાઈ ચુડાસમા ની ઉપસ્થિતીમાં અમરેલી જિલ્લા યુવા મોરચાની કારોબારી બેઠક મળી


પ્રદેશ ભાજપની સુચના અનુસાર તા.રપ નવેમ્બર ને ગુરૂવારના રોજ અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયાનાં માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લા ભાજપ યુવા મોરચાનાં પ્રમુખ ચેતન શીયાળ, મહામંત્રી મૌલીક ઉપાધ્યાય અને જગદીશ નાકરાણી દ્રારા અમરેલી જિલ્લા યુવા ભાજપની કારોબારી બેઠક યોજાઈ. આ બેઠકમાં ઉપસ્થિત જિલ્લા યુવા મોરચાનાં હોદેદારશ્રીઓ, અને મંડલનાં નવ નિયુકત પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ ને પ્રદેશ યુવા મોરચાનાં મહામંત્રી નરેશભાઈ દેસાઈ, ઉપપ્રમુખ મનીષ સંઘાણી, જિલ્લા યુવા ભાજપનાં પ્રભારી ચંદ્રજીતભાઈ ચુડાસમા અને જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયાએ આવકાર સાથે અભિનંદન પાઠવેલ.


આ બેઠકમાં ઉપસ્થિત યુવા ભાજપનાં કાર્યકર્તાઓને આગામી સમયમાં વિધાનસભાની ચુંટણીઓ યોજાવાની છે ત્યારે આ વિધાનસભાની ચુંટણીમાં પ્રદેશ ભાજપ પ્રમુખશ્રી સી.આર.પાટીલજીએ જે ભારતીય જનતા પાર્ટીનાં દરેક કાર્યકર્તાને કહેલ છે કે, આ વખતે ગુજરાતમાં ૧૮ર સીટો ઉપર કમળ ખીલાવવાનું છે તે માટે પાર્ટીનાં દરેક કાર્યકર્તા કમર કસે તે અનુસંધાને ઉપસ્થિત પ્રદેશ યુવા મોરચાનાં મહામંત્રી નરેશભાઈ દેસાઈ, જિલ્લા યુવા ભાજપનાં પ્રભારી ચંદ્રજીતભાઈ ચુડાસમા અને જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયાએ અમરેલી જિલ્લાનાં યુવા કાર્યકર્તાઓને આગામી કાર્યક્રમ સફળ રીતે થાય તે અંગે માર્ગદર્શન આપેલ.


આ કારોબારી બેઠક પૂર્ણ થયા બાદ જિલ્લા ભાજપનાં પૂર્વ પ્રમુખ કીશોરભાઈ દવે અને પ્રદેશ યુવા ભાજપ કારોબારીમાં નવ નિયુકત સભ્ય ધવલભાઈ કાબરીયાનાં ઘરે તેમનાં સ્વાસ્થ્ય ખબર અંતર પુછવા તેમજ તેઓની શુભેચ્છા મુલાકાત લીધી હતી.


આ કારોબારી બેઠકમાં જિલ્લા ભાજપ મહામંત્રી રાજેશ કાબરીયા, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતન શીયાળ, જિલ્લા ભાજપ યુવા મોરચાનાં પ્રભારી દિવ્યેશ વેકરીયા, સાગર સારવૈયા, જિલ્લા યુવા ભાજપ મહામંત્રી જગદીશ નાકરાણી, મૌલીક ઉપાધ્યાય, જિલ્લા યુવા ભાજપ નાં હોદેદારો, કારોબારી સભ્યશ્રીઓ, મંડલોનાં નવ નિયુકત પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ હાજર રહયા હતા તેમ જિલ્લા યુવા ભાજપની અખબાર યાદીમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts