fbpx
અમરેલી

આગામી ૧૦ ફેબ્રુઆરીના અમરેલી તાલુકા ખરીદ વેચાણ સંઘની વિવિધ બેઠકો માટે મતદાન યોજાશે

અમરેલી તાલુકા ખરીદ વેચાણ સંઘ લી.ની ખેતી વિષયક મંડળીઓના ૧ પ્રતિનિધિ અને ઈતર પ્રકારની ખેતી વિષયક મંડળીઓના ૧૭ પ્રતિનિધિઓની ચૂંટણી આગામી ૧૨ ફેબ્રુઆરીના યોજાનાર છે. જેના અનુસંધાને તા. ૨૨/૧/૨૦૨૧ ના ૧૫ કલાક સુધી મામલતદાર કચેરી ખાતે ઉમેદવારીપત્રો ભરી શકાશે. તા. ૨૨/૧/૨૦૨૧ ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ છે અને માન્ય ઉમેદવારી પત્રોની યાદી તા. ૨૭/૧/૨૦૨૧ના પ્રસિદ્ધ થશે. તા. ૨૯/૧/૨૦૨૧ સુધીમાં ઉમેદવારી પાછી ખેંચી શકાશે. ૧૦/૨/૨૦૨૧ના સવારના ૯ કલાકથી ૧૫ કલાક સુધી આંબેડકર ભવન બહુમાળી બિલ્ડીંગ પાસે અમરેલી ખાતે મતદાન યોજાશે અને તા. ૧૧/૨/૨૦૨૧ સવારના ૯ કલાક થી મતગણતરી યોજાશે. મતગણતરી પૂર્ણ થયે તરત જ પરિણામની જાહેરાત કરવામાં આવશે

Follow Me:

Related Posts