fbpx
અમરેલી

અમરેલી નાગરિક સહકારી બેન્‍ક લી. દ્વારા લોન બાકીદારની મિલ્‍કત સીલ કરવામાં આવી

શ્રીરામ સીડસ ઈન્‍ડસ્‍ટ્રીઝના પ્રો. પ્રકાશભાઈ વિઠલભાઈ પટેલ (બાબરીયા), રહે. જલારામનગર, હનુમાનપરા, અમરેલીએ, અમરેલી નાગરિક સહકારી બેંક લી.માંથી કેશ ક્રેડીટ હાઈપોથીકેશન લોન રૂા. 10,00,000/-ની મેળવેલ હતી. જેમાં તેઓ ર્ેારા ક્રેશ ક્રેડીટ લીમીટ મેળવ્‍યા બાદ બેંકમાં ખાતે ઉધારેલ વ્‍યાજ તથા બાકી રકમ ભરવામાં ઘણા સમયથી ઠાગા ઠૈયા કરતા હોય જે બાબતે બેંક ર્ેારા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હોય અને ઉપરોકત બેંકનાબાકીદારને અવાર નવાર રકમ ભરવા માટે જાણ કરવામાં આવેલ હોવા છતા તેઓ ર્ેારા બેંકની બાકી રકમ ભરવા માટેની કોઈ દરકાર નહી કરતા. માન. લવાદ કોર્ટ, ભાવનગર ર્ેારા તારીખ : 09-08-ર018ના રોજ હુકમ થયેલ છે જે અન્‍વયે આજરોજ તારીખ : 18-0ર-ર0ર1 ને ગુરૂવારના રોજ બેંક ર્ેારા માન.લવાદ કોર્ટના હુકમ મુજબ જપ્‍તીની કાર્યવાહી હાથધરવામાં આવેલ છે. જે અંર્તગત તેમના તરફથી બેંકને મોર્ગેજમાં આપેલ મિલ્‍કતમાં સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને નજીકના સમયમાં બેંક તરફથી આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. તેમ બેંકના રીકવરી ઓફીસર અજયભાઈ એમ. નાકરાણી તેમજ આસી. રીકવરી ઓફીસર/વેચાણ અધિકારી નિતિનભાઈ ખીમાણીની યાદીમાં જણાવવામાં આવેલ છે. વધુમાં બેંકની રીકવરીની કામગીરી અંગે દેખરેખ રાખનાર ડિરેકટર પી.પી. સોજીત્રાની યાદી જણાવે છે કે હજુ પણ ટુંક સમયમાં એવા સી.સી. ધારકો કે જેઓ લાંબા સમયથી સી.સી. રીન્‍યુ કરાવતા ન હોય કે વ્‍યાજ અને સ્‍ટોકપત્રક નિયમિત આપતા ન હોય તેમજ તમામ લોનોમાં હપ્‍તા ભરતા ન હોય તેઓની સામે કોઈપણની શેહશરમ વગર વસુલાત અંગેના સખ્‍ત પગલા ભરવામાં આવશે. જેની લોન બાકીદારો, ડીફોલ્‍ટરોએ નોંધ લેવી.

Follow Me:

Related Posts