ભાવનગર જિલ્લાની ભાવનગર, ઘોઘા, તળાજા, મહુવા, શિહોર, ગારીયાધાર, પાલીતાણા, વલ્લભીપુર,
ઉમરાળા, જેસર તાલુકા પંચાયતોના પ્રમુખ / ઉપપ્રમુખની ચૂંટણી માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભાવનગર દ્વારા
તા.૨૩/૦૫/૨૦૨૬ ના દિવસે ૧૧-૦૦ કલાકે તમામ તાલુકા પંચાયતની પ્રથમ બેઠક બોલાવવાનું નક્કી કરેલ છે.
આ અંગેની નોટીસ તમામ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓને તા.૧૫/૦૫/૨૦૨૬ થી મોકલી અપાયેલ છે.
સભ્યોએ પ્રમુખ / ઉપપ્રમુખની ઉમેદવારી માટે નિયત નમુનાના ફોર્મ જે તે તાલુકા પંચાયત ખાતેથી
મેળવવાના રહેશે અને ફોર્મ પ્રથમ બેઠકના અગાઉના દિવસે એટલે કે તા.૨૨/૦૫/૨૦૨૬ ના સમય ૧૧-૦૦ થી ૧૪-
૦૦ કલાક સુધીમાં ભરીને જે તે તાલુકા વિકાસ અધિકારીશ્રીને પહોંચતા કરવાના રહેશે. ઉમેદવારી પત્રોની ચકાસણી
જિલ્લા વિકાસ અધિકારીશ્રીની કચેરીમાં તા.૨૨/૦૫/૨૦૨૬ ના દિવસે બપોરે ૧૪-૦૦ કલાકે કરવામાં આવશે.
ભાવનગર જિલ્લાની તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે તા. ૨૩ મે ના રોજ પ્રથમ બેઠક યોજાશે













Recent Comments