વસ્તી ગણતરી -૨૦૨૭ ભારત સરકાર દ્વારા હાથ ધરાતી રાષ્ટ્ર નિર્માણની અત્યંત મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. ગુજરાત રાજ્યમાં જનગણના – ૨૦૨૭ અંતર્ગત સ્વ-ગણતરી (Self Enumeration)પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ છે. આ પ્રક્રિયામાં સ્વ-ગણતરી કરવી હવે સહેલી છે. સમગ્ર રાજ્યમાં આગામી ૩૧ મે દરમિયાન નાગરિકો ઓનલાઇન પોર્ટલ પર પોતાની જાતે સ્વ-ગણતરી કરી શકે છે. અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાતે વિકસિત ભારત -૨૦૨૭ના નિર્માણ માટે દેશની જરૂરી એવી નીતિઓ અને યોજનાઓના ઘડતરમાં વસતિ ગણતરીને અભિન્ન અંગ ગણાવ્યું છે.
આ અંગે નાગરિકોને રાષ્ટ્રહીતમાં સ્વ-ગણતરી પ્રક્રિયામાં જોડાવા માટે અપીલ કરતા શ્રી ખરાતે જણાવ્યું હતું કે, વસ્તી ગણતરીમાંથી પ્રાપ્ત માહિતીનો ઉપયોગ વસ્તી ગણતરીમાંથી પ્રાપ્ત થતી માહિતીનો ઉપયોગ વિવિધ જનહિતલક્ષી યોજનાઓના આયોજન, અમલીકરણ અને વિકાસકાર્યોને વધુ અસરકારક બનાવવા માટે કરવામાં આવે છે. હું નાગરિકોને અપીલ કરું છું કે, આપ hppts://se.census.gov.in પોર્ટલ પર જઈ સરળતાથી સ્વ-ગણતરી કરી શકશો.
આ તકે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે શ્રી ખરાતે તેમની સ્વ-ગણતરી પ્રક્રિયા માટે નોંધણી પ્રક્રિયા કરી હતી અને નાગરિકોન ઉત્સાહપૂર્વક આ પ્રક્રિયામાં ભાગ લેવા માટે અપીલ કરી હતી.












Recent Comments