એક જ શાળાના કુલ ૧૭ બાળકો જવાહર નવોદય પ્રવેશ પરીક્ષામાં પસંદગી પામ્યા
જવાહર નવોદય પ્રવેશ પરીક્ષામાં સફળતા મેળવીને CBSE બોર્ડનું શ્રેષ્ઠ શિક્ષણ મેળવી શકે તેવા સંકલ્પથી ચાલતી નવોદય વિદ્યાલયો માટેની પ્રવેશ પરીક્ષાનું આયોજન 14 ડિસેમ્બર 2025 ના રોજ કરવામાં આવ્યું હતું જેના પરિણામો તથા વેઇટિંગ લિસ્ટ જાહેર થઈ રહ્યા છે ત્યારે ગણેશ શાળા ટીમાણાના 17 બાળકોએ આ પરીક્ષામાં સફળતા મેળવીને નવોદય વિદ્યાલય ત્રાપજ ખાતે પ્રવેશ મેળવવા માટે યોગ્યતા મેળવી છે. આ પરીક્ષામાં ગણેશ શાળા ટીમાણાના વિદ્યાર્થી જાની ભાવીન પ્રમોદભાઈએ 96.25 માર્કસ તથા ચાવડા કૃપાલ દિલીપભાઈએ 95 માર્કસ મેળવીને જિલ્લા કક્ષાએ ઐતિહાસિક પરિણામ હાચલ કર્યું છે. આ પરીક્ષાની તૈયારી કરાવતા શિક્ષકશ્રી નૌતમભાઈ પંડ્યાએ વિશેષમાં જણાવ્યું હતું કે આ શાળામાં વર્ષ 2005 થી જવાહર નવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરાવવામાં આવે છે એટલું જ નહીં આ દરેક વર્ષોમાં શાળા જિલ્લા કક્ષાએ તથા તાલુકા કક્ષાએ અગ્રેસર પણ રહે છે છેલ્લા 22 વર્ષથી ચાલતી આ મહેનતમાં અત્યાર સુધીમાં શાળાના કુલ 197 બાળકોએ જવાહર નવોદય પ્રવેશ પરીક્ષામાં પસંદગી પામીને અનેરી સિદ્ધિ હાંસલ કરી છે આ પરિણામ પાછળ શાળાનું આયોજન, શાળામાં લેવાતો નિયમિત નવોદય ટેસ્ટ રાઉન્ડ, વિદ્યાર્થીઓની મહેનત વાલીઓની સતત બાળકોની દેખરેખ તથા શિક્ષક વિદ્યાર્થી અને વાલીઓના એક સરખા ટ્યુનિંગનું આ પરિણામ છે. વર્ષ 2026 માં અત્યાર સુધીમાં સફળ થયેલા 17 બાળકોને તેમના ભવિષ્ય માટે ગણેશ શાળા ટીમાણા પરિવાર દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.


















Recent Comments