આ કાળઝાળ ગરમીમાં જરૂરિયાતમંદ લોકોને છાશ પૂરી પાડીને આંતરડી ઠારવાનો નમ્ર પ્રયાસ કરતું સોનિક ફાઉન્ડેશન
સાવરકુંડલા સોનિક ફાઉન્ડેશન દ્વારા સાવરકુંડલા શહેરના લોકોને ઉનાળાની કાળઝાળ ગરમીમાં છાશ મળી રહે તે માટે સાવરકુંડલાના દેવળા ગેઇટ ખાતે આવેલ શ્રીકૃષ્ણ ગૌશાળા ખાતે વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. આ છાશ કેન્દ્ર ખાતે ઉનાળા દરમિયાન દરરોજ પ્રાત: ૬-૩૦ થી ૭-૩૦ સુધી ૧૦૦૦ થી ૧૨૦૦ લીટર છાશ વિતરણ કરવામાં આવે છે.
સોનિક ફાઉન્ડેશનની આ વિનામૂલ્યે છાશ મેળવવાની સેવાકીય પ્રવૃત્તિઓનો લાભ લેવા માટે સાવરકુંડલાના પરિવારોને સોનિક ફાઉન્ડેશન દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. છેલ્લા ૧૨ વર્ષથી સોનિક ફાઉન્ડેશન દ્વારા આ વિનામૂલ્યે છાશ વિતરણની સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે.
તા. ૧૫/૩/૨૦૨૬ થી
આ છાશ કેન્દ્રમાં સેવાભાવી કાર્યકરો જીતેષભાઈ ગેડીયા , નાંઢા જીતેન્દ્રભાઈ , ચોંડિગરા તેજસભાઈ , રાઠોડ દિલીપભાઈ, નિકુલ ગેડીયા સમેત તમામ અવિરત સેવા આપી રહેલ છે.
આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય સાવરકુંડલા અદ્યતન આધુનિક હાર્ટ હોસ્પિટલનું નિર્માણ થાય એ ઉદ્દેશ્ય સાથે આ સંસ્થા સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે


















Recent Comments