વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના ૧૨ વર્ષની ઉજવણીના ભાગરૂપે રાજુલા તાલુકા વહીવટી તંત્ર દ્વારા રાજુલા તાલુકાના ચાંચ ગામે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરનો મુખ્ય હેતુ રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ જનહિતલક્ષી યોજનાઓનો લાભ નાગરિકોને ઘરઆંગણે સરળતાથી મળી રહે તેમજ યોજનાઓ અંગે વ્યાપક જાગૃતિ ફેલાય તે રહ્યો હતો.
આ પ્રસંગે વિવિધ વિભાગોના અધિકારીઓ દ્વારા તેમની વિભાગીય યોજનાઓની વિગતવાર માહિતી રજૂ કરવામાં આવી હતી. ગ્રામજનોને યોજનાઓની પાત્રતા, અરજી પ્રક્રિયા અને મળતા લાભો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સ્થળ પર જ સહાય અને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેના કારણે ગ્રામજનોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.
મામલતદાર શ્રી એચ.બી. પુરોહિત, ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી શ્રી અશ્વિનભાઈ દાણીધારીયા, અગ્રણીશ્રી હિંમતભાઈ બલદાણીયા, અગ્રણીશ્રી વિક્રમભાઈ શિયાળ, ચાંચ ગ્રામ પંચાયતના સરપંચશ્રી, તાલુકા પંચાયત વાવેરા સદસ્ય, તાલુકા પંચાયત કાતર સદસ્યશ્રી ગોવિંદભાઈ નાગર, ગામના આગેવાનોશ્રી કાનજીભાઈ ચૌહાણ, શ્રી સંજયભાઈ, સરપંચશ્રી રામજીભાઈ ચૌહાણ, તાલુકા પંચાયત સદસ્યશ્રી રણજીતભાઈ ગુજરીયા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
જનકલ્યાણ શિબિર દ્વારા સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકો સુધી અસરકારક રીતે પહોંચે અને નાગરિકોને એક જ સ્થળે વિવિધ સેવાઓ ઉપલબ્ધ થાય તેવા પ્રયાસોને વધુ વેગ મળ્યો હોવાનું ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું.

















Recent Comments