ભાવનગર

‘આપણું બસ સ્ટેશન–સ્વચ્છ બસ સ્ટેશન’ના સંકલ્પ સાથે ભાવનગર એસ.ટી. વિભાગની સ્વચ્છતા ઝુંબેશ

રાજ્ય સરકારના સ્વચ્છતા અભિયાનને જનભાગીદારી સાથે વધુ વેગવંતુ બનાવવાના હેતુથી ગુજરાત રાજ્ય માર્ગ
વાહન વ્યવહાર નિગમના ભાવનગર વિભાગ દ્વારા દર રવિવારે ‘સાપ્તાહિક સ્વચ્છતા કાર્યક્રમ’ યોજવામાં આવે છે.
તેના ભાગરૂપે ભાવનગર વિભાગ હેઠળના વિવિધ બસ સ્ટેશનો ખાતે સ્વચ્છતા ઝુંબેશ યોજાઈ હતી.
આ ઝુંબેશ દરમિયાન બસ સ્ટેશન પરિસર, બસો તેમજ મુસાફરોના ઉપયોગમાં આવતા શૌચાલયોની સફાઈ કરવામાં
આવી હતી. નિગમના અધિકારીઓ-કર્મચારીઓ, સફાઈ એજન્સીના કર્મચારીઓ તથા સ્થાનિક સંસ્થાઓના સહયોગથી
હાથ ધરાયેલી કામગીરીમાં બસ સ્ટેશન પરિસરને સ્વચ્છ અને સુઘડ રાખવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
મુસાફરોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવા બસ સ્ટેશન ખાતે લાઉડ સ્પીકર દ્વારા કચરો નિયત સ્થળે જ નાખવા તથા
જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા અપીલ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, સોશિયલ મીડિયાના માધ્યમથી પણ
સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.
આગામી દિવસોમાં વૃક્ષારોપણ, તબીબી કેમ્પ તથા રક્તદાન કેમ્પ સહિતની વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવશે. આ
પ્રવૃત્તિઓ દ્વારા સ્વચ્છતા સાથે સામાજિક જવાબદારી અને જનભાગીદારીનો સંદેશ વધુ વ્યાપક બનાવવામાં આવશે.
ભાવનગર એસ.ટી. વિભાગ દ્વારા ‘આપણું બસ સ્ટેશન–સ્વચ્છ બસ સ્ટેશન’ અને ‘આપણી બસ–સ્વચ્છ બસ’ના
સંકલ્પને સાકાર કરવા મુસાફરોને સ્વચ્છતા જાળવવામાં સહયોગ આપવા તથા સ્વચ્છ પરિસર જાળવવામાં સહભાગી
બનવા અપીલ કરવામાં આવી છે.

Related Posts