અમરેલી

શરીર સંબંધી ગુનામાં સંડોવાયેલ ઇસમની પાસા હેઠળ અટકાયત કરી પાલનપુર જિલ્લા જેલ ખાતે મોકલી આપતી અમરેલી એલ.સી.બી. તથા અમરેલી સીટીપો.સ્ટે. ટીમ

ભાવનગર રેન્‍જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ તથા અમરેલી
પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ શરીર સંબંધી તથા મિલકત સંબંધી
તથા પ્રોહિબીશન ગુનાઓને લગતી અસામાજીક પ્રવૃતિઓમાં સંડોવાયેલ ઇસમો વિરૂધ્ધ
પાસા દરખાસ્ત કરી તેઓને પાસા હેઠળ અટકાયત કરી જેલમાં મોકલી આપવા માટે
સુચના આપવામાં આવેલ હોય,

અમરેલી સીટી પો.સ્ટે. ના પોલીસ ઇન્‍સ. શ્રી એમ.એમ.ઝાલા નાઓએ
અમરેલી જિલ્લામાં શરીર સંબંધી ગુનાઓમાં સંડોવાયેલ ઇસમ વિરૂધ્ધ પાસા અંગે
દરખાસ્ત તૈયાર કરી જે પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓ મારફતે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી
અમરેલી નાઓ તરફ મોકલી આપવામાં આવેલ હોય,

જે અન્વયે અમરેલી જિલ્‍લા મેજિસ્‍ટ્રેટશ્રી વિકલ્પ ભારદ્રાજ સાહેબનાઓએ
નીચે જણાવેલ ઇસમ વિરૂધ્ધ કરવામાં આવેલ દરખાસ્ત માન્ય રાખતા અમરેલી
એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી સી.પી.વાઘેલા નાઓએ નીચે જણાવ્યા મુજબના ઇસમને
પાસા વોરંટની બજવણી કરી પાલનપુર જિલ્લા જેલ ખાતે મોકલી આપવામાં આવેલ.
 પાસા મંજુર થયેલ ઇસમઃ-
લાલજી ઉર્ફે લાલો રમેશભાઇ મકવાણા, ઉ.વ.૩૦, રહે.વિઠ્ઠલપુર ખંભાળીયા,
તા.જિ.અમરેલી.
 કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફઃ-
આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી સી.પી.વાઘેલા તથા અમરેલી
સીટી પો.સ્ટે. ના પોલીસ ઇન્‍સ.શ્રી એમ.એમ.ઝાલા તથા એલ.સી.બી. ટીમના વુ.હેડ
કોન્સ. દયાબેન જસાણી, પો.કોન્સ. રમેશભાઇ સીસારા તથા અમરેલી સીટી પો.સ્ટે. ના

એ.એસ.આઇ. પ્રકાશભાઇ ચૌહાણ, પો.કોન્સ. સોયેબભાઇ જુણેજા, વૈભવસિંહ વાઢેર
દ્વારા કરવામાં આવેલ છે.

Related Posts